Google Alert: ટેકનોલોજીની દુનિયા ફરી એકવાર એક મોટા ખતરાનો સામનો કરી રહી છે. આલ્ફાબેટ ઇન્ક.ની કંપની ગૂગલે ચેતવણી આપી છે કે હેકર્સ વિવિધ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. આ અધિકારીઓને એવા ઇમેઇલ મળી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે Oracle E-Business Suiteમાંથી સંવેદનશીલ ડેટા ચોરી લીધો છે અને ધમકી મળી રહી છે કે જો ખંડણી ચૂકવવામાં નહીં આવે તો આ ડેટા જાહેર કરવામાં આવશે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ ઇમેઇલ્સ કુખ્યાત Clop રેન્સમવેર ગ્રુપ સાથે સંકળાયેલા છે, જેણે અગાઉ મોટા સાયબર હુમલાઓ કર્યા છે.

Continues below advertisement

ધમકીભર્યો હુમલો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે?

ગૂગલના મતે હેકર્સ ઇમેઇલ દ્ધારા કંપનીના ટોચના અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે તેમની પાસે નાણાકીય અને ઓપરેશનલ ડેટા છે. જોકે, ગૂગલે સ્પષ્ટતા કરી છે કે આજ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈ ડેટા ખરેખર ચોરી થયો છે. એવું માનવામાં આવે છે કે આ ફક્ત કંપનીઓને ડરાવીને પૈસા પડાવવાનું કાવતરું છે. ગૂગલે હજુ સુધી કેટલી કંપનીઓ અથવા કયા અધિકારીઓને આવા ઇમેઇલ મળ્યા છે તેની માહિતી શેર કરી નથી.

Continues below advertisement

આ ધમકી શા માટે ગંભીર છે?

વિશ્વભરની મોટી કંપનીઓ Oracle E-Business Suiteનો  ઉપયોગ કરે છે, જે તેમના મહત્વપૂર્ણ નાણાકીય અને ઓપરેશનલ ડેટાને સંગ્રહિત કરે છે. જો આ ડેટા ખરેખર લીક થાય અથવા લીકના સમાચાર ફેલાય તો કંપનીઓને નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે અને તેમની બ્રાન્ડ વેલ્યુ પર ઊંડી અસર પડી શકે છે.

નિષ્ણાતો કહે છે કે હેકર્સ પાસે ઘણીવાર કોઈ વાસ્તવિક ડેટા હોતો નથી. તેઓ ફક્ત ધમકીઓ દ્વારા કંપનીઓ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ઘણી કંપનીઓ તેમની પ્રતિષ્ઠાને બચાવવા માટે ખંડણી ચૂકવે છે, જે આ સાયબર ગુનેગારોને વધુ પ્રોત્સાહન આપે છે.

બચવાની રીતો

ગૂગલ અને સાયબર સુરક્ષા નિષ્ણાતો માને છે કે કંપનીઓએ તાત્કાલિક સતર્ક રહેવાની જરૂર છે.

કર્મચારીઓને ફિશિંગ અને સ્પામ ઇમેઇલ્સ ઓળખવાનું શીખવવું જોઈએ.

નેટવર્ક સુરક્ષા અને ડેટા એન્ક્રિપ્શનનું નિયમિત ઓડિટ થવું જોઈએ.

આવા સાયબર હુમલાઓને રોકવા માટે સંસ્થામાં બહુ-સ્તરીય સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ.

આ સમગ્ર મામલો દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે ફક્ત ડેટા ચોરી રહ્યા નથી પરંતુ કંપનીઓને તેના નામે બ્લેકમેઇલ કરીને મોટી માત્રામાં પૈસા પડાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.