Google Android 14: દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ ગણાતી ગૂગલ હવે પોતાના યૂઝર્સને એક નવી ઓપરેટિંગ સિસ્ટમ આપવા જઇ રહ્યું છે. ગૂગલ બહુ જલદી પોતાના કસ્ટમર્સને એન્ડ્રોઇડ 14 આપી શકે છે, આ માટે કંપનીએ હાલમાં એન્ડ્રોઇડ 14નું બીટા વર્ઝન રિલીઝ કરી દીધુ છે. આની જાહેરાત કંપનીએ Google I/O 2023માં કરી હતી. હવે આ Android 14 કેટલાક ફિચર્સ સાથે કેટલાક સ્માર્ટફોનમાં અપડેટ મળી રહ્યું છે... 


ગૂગલે પોતાની ડેવલપર કૉન્ફરન્સ I/O 2023માં કેટલીય પ્રૉડક્ટ્સ ઓફર કરી છે. આ ઇવેન્ટમાં કંપનીએ ફેબ્રુઆરીમાં એન્ડ્રોઇડ 14નું ડેવલપર પ્રિવ્યૂ રિલીઝ કર્યું હતું, અને તેનુ પહેલુ બીટા કેટલાક પિક્સેલ ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. હવે I/O ઇવેન્ટમાં, Google એ બીટા 2 રિલીઝ કર્યું છે. 


ગૂગલે પોતાની નવી એન્ડ્રોઇડ સિસ્ટમમાં કેમેરા સેટઅપ મેઇટેનન્સ, મીડિયા, પ્રાઈવસી અને સુરક્ષા માટેના કેટલાય નવા લેટેસ્ટ ફિચર્સ એડ કર્યા છે. જાણો આ નવી એન્ડ્રોઇડ 14 કયા કયા સ્માર્ટફોનમાં આવશે. જુઓ લિસ્ટ...... 


Google Pixel 4a: - 
Google Pixel 4aમાં 5.7-ઇંચની AMOLED ડિસ્પ્લે છે અને તે Qualcomm Snapdragon 730G ચિપસેટથી સજ્જ છે. આ ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ 14ને Google Pixel 6a, Pixel 7, Pixel 7 Pro પર પણ ડાઉનલૉડ કરી શકાય છે.


Vivo X90: - 
Vivoના તાજેતરમાં લૉન્ચ થયેલા ફ્લેગશિપ X90 Proમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે છે અને તે MediaTek Dimensity 9200 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોન Android 13 પર આધારિત Funtouch OS 13 પર ચાલે છે.


OnePlus 11: - 
આ કંપનીનો લેટેસ્ટ ફ્લેગશિપ ફોન છે. આમાં યૂઝર્સ પાસે 6.7-ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે છે અને તે Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટથી સજ્જ છે. આ ફોન એન્ડ્રોઇડ 13 પર આધારિત OxygenOS 13 સાથે કામ કરે છે.
Nothing Phone 1: Nothing Phone (1)માં 6.55-inch AMOLED ડિસ્પ્લે છે અને તે Qualcomm Snapdragon 778 ચિપસેટ દ્વારા સંચાલિત છે.


Tecno Camon 20 સીરીઝઃ - 
Tecno એ સમગ્ર Camon 20 લાઇનઅપ માટે Android 14 બીટાની પુષ્ટિ કરી છે. આમાં Camon 20, Camon 20 Pro, Camon 20 Pro 5G, Camon 20 પ્રીમિયરનો સમાવેશ થાય છે. બધા ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.


Xiaomi 13 Pro -
આ ફોનમાં 6.73-ઇંચ 2K 120Hz AMOLED ડિસ્પ્લે છે, અને તે Snapdragon 8 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોન એન્ડ્રોઇડ 13 પર આધારિત MIUI 14 પર કામ કરે છે.


iQoo 11 - 
આ ફોન Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 120Hz 6.78-inch AMOLED ડિસ્પ્લે છે. આ ફોન Android 13 પર આધારિત Funtouch OS 13 પર ચાલે છે.