નવી દિલ્હીઃ લૉકડાઉનની વચ્ચે ઝડપથી લોકપ્રિય થઇ રહેલી Zoomને ગૂગલે પોતાના કર્મચારીઓ માટે બેન કરી દીધી છે. કંપનીએ પોતાના કર્મચારીઓને કહ્યું કે આ વીડિયો કૉન્ફરન્સિંગ એપનો ઉપયોગ ના કરો.


એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગૂગલે પોતાના કર્માચારીઓને લેપટૉપમાંથી આ એપ ડિલીટ કરવાનુ કહી દીધુ છે.

એક રિપોર્ટ અનુસાર ગૂગલના પ્રવક્તા જોસ કેસટેનેડાએ કહ્યું કે અમે છેલ્લા કેટલાય સમયથી એક પૉલીસી પર કામ કરી રહ્યાં છીએ, જે અનુચિત એપ અમારા કૉર્પોરેટ નેટવર્કની બહાર આવે છે, તેના પર અમારા કર્માચારીઓને કામ કરવાની અનુમતી નથી.



તાજેતરમાં જ કંપનીની સિક્યૂરિટી ટીમે Zoom ડેસ્કટૉપ ક્લાયન્ટનો ઉપયોગ કરતા કર્મચારીઓને સૂચિત કર્યુ હતુ કે આ એપ હવે કૉર્પોરેટ કૉમ્પ્યૂટર પર નહીં ચાલે.



જોસે વધુમાં કહ્યું કે, આવુ એટલા માટે કેમકે આ અમારા સુરક્ષાના માપદંડો પર ખરી નથી ઉતરતી, જો કોઇ કર્મચારી પોતાના પરિવારજનો કે મિત્રો સાથે કૉન્ટેક્ટ કરવા માટે આ એપનો ઉપયોગ કરવા ઇચ્છે તો તે તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના લૉકડાઉનમાં Zoom એપનો લોકો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે, હાલના સમયમાં આ ખુબ લોકપ્રિય બની છે. આમાં એકસાથે 100 લોકો વીડિયો કૉન્ફરન્સિંગથી જોડાઇ શકે છે.