ગૂગલે ગુરુવારે એક અપગ્રેડેડ ફિટનેસ એપને રજૂ કરી છે. જેની મદદથી હવે સ્માર્ટફોનના કેમેરાથી શ્વાસ અને હાર્ટ રેટને માપી શકાશે. યૂઝર્સ આ ફિચરને આગામી મહિનાથી ઉપયોગ કરી શકશે. જો કે, હાલમાં તે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી.


Google ફિટ અગાઉથી જ સ્માર્ટફો સેન્સરનો ઉપયોગ કરીને લોકો કેટલું અંતર ચાલે છે અને કેટલી કેલેરી બર્ન થઈ છે તે અંગે જણાવે છે. પરંતુ Google Pixel ફોનમાં રોલ કરનાર નવા ફીચર્સ એપ દ્વારા હેલ્થ ડેટામાં પલ્સ અને બ્રિથિંગ જેવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે.
કેવી રીતે કરશે કામ

ગૂગલ અનુસાર યુઝર્સે પોતાની આંગળી લેન્સ પર મુકવી પડશે. તેના બાદ ત્વચાનો રંગ બદલાશે જે બ્લડ પંપ થવાની બદલાય છે અને તેના આધારે ખબર પડશે કે હ્રદય કેટલું ઝડપથી ધબકી રહ્યું છે. ફિટ એપ યૂજર્સને હેલ્થ ગોલ્સને અચીવ કરવાની રીત વિશે જણાવે છે.

Respitory Rate આ રીતે માપશે

યૂઝર્સે કેમેરા સામે ઊભા રહેવું પડશે. તેના બાદ યૂઝર્સની ચેસ્ટને ફૂલાવતા અને શ્વાસ છોડવાની ક્રિયાને જોઈને Respitory Rateની ખબર પડશે. તેનું કેલક્યુલેશન ખૂબજ ઝડપી થશે અને તેનુ રિઝલ્ટ પણ ખૂબજ ઝડપથી મળશે.