Google I/O 2025 : Google I/O 2025ની આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે જે 21 મે સુધી ચાલશે. આ ગૂગલ માટે એક મોટી ઇવેન્ટ છે અને આ સમય દરમિયાન કંપની ઘણી મોટી જાહેરાતો કરે છે. લીક થયેલી માહિતી અનુસાર, આ ઇવેન્ટ દરમિયાન અપડેટેડ જેમિનીથી લઈને એન્ડ્રોઇડ 16 સુધી અનેક મોટી જાહેરાતો થઇ શકે છે.

ગૂગલ I/O 2025 દરમિયાન ઘણી વધુ જાહેરાતો થઈ શકે છે. જેમાં Deepmindના Project Astra અને AI એજન્ટોનું પણ અનવીલ થઈ શકે છે.

Google I/O 2025 વૈશ્વિક સ્તરે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. તે YouTube પર સરળતાથી જોઈ શકાય છે. આ ઉપરાંત લાઇવ સ્ટ્રીમિંગ Google I/Oના સત્તાવાર પોર્ટલ પર પણ જોઈ શકાય છે.

Gemini AIથી લઇને મોટી જાહેરાતો

ગૂગલ I/O 2025 દરમિયાન Gemini AIનું નવું વર્ઝન લોન્ચ થઈ શકે છે, જેમાં નવા ફીચર્સ અને વધુ સારી એક્યુરેસી જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, અપકમિંગ Gemini AI  વર્ઝનને કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપની Gemini Pro  અને Gemini Ultraની પણ જાહેરાત કરી શકે છે.

Project Astra અને AI એજન્ટ્સ

Google I/O 2025 દરમિયાન સ્માર્ટ વોઇસ અને વિઝ્યુઅલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ એસ્ટ્રા પણ રજૂ કરી શકાય છે. આ ઉપરાંત, Project Mariner જેવા AI એજન્ટો પણ રજૂ કરી શકાય છે, જે ખાસ કરીને ગ્રાહકો અને એન્ટરપ્રાઇઝ યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

એન્ડ્રોઇડ 16ને લઇને મળશે નવી ડિટેઇલ્સ

Android 16માં નવા ફીચર્સ અને નવા યુઝર એક્સપીરિયન્સ મળવાની આશા છે. Android 16ના ઘણા ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. આમાં, યુઝર્સને નવી ડિઝાઇન જોવા મળી શકે છે

Extended Reality (XR) ની વિગતો ઉપલબ્ધ થશે.

ગૂગલના આ આગામી ઇવેન્ટ દરમિયાન Android XR સંબંધિત નવા અપડેટ્સ આપવામાં આવી શકે છે. એન્ડ્રોઇડ XR વાસ્તવમાં એક Mixed Reality પ્લેટફોર્મ છે. જે Samsung અને Qualcommને લઇને તૈયાર કરવામાં આવી રહ્યું છે.