Google: ગૂગલ ક્રોમ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વેબ બ્રાઉઝર છે. જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે. ગૂગલે તેમાં એક નવી ઝીરો ડે ફ્લોની ખામી શોધી કાઢી છે. આ સુરક્ષા ખામીને CVE-2025-13223 લેબલ કરવામાં આવી છે અને તે જૂના ક્રોમ વર્ઝનને અસર કરે છે. સાયબર હુમલાખોરોએ આ નબળાઈનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. તેના જવાબમાં ગૂગલે એક સુરક્ષા પેચ જાહેર કર્યો છે અને યુઝર્સે શક્ય તેટલી વહેલી તકે ક્રોમ અપડેટ કરવા વિનંતી કરી છે.

Continues below advertisement

સુરક્ષા ખામી ક્યાં મળી?

આ બગ ક્રોમના V8 જાવાસ્ક્રિપ્ટ એન્જિનમાં મળી આવ્યો હતો, જેના કારણે તે બ્રાઉઝર એક્ઝિક્યુશન દરમિયાન ચોક્કસ પ્રકારના ડેટાને ખોટી રીતે વાંચી શકતો હતો. આ મેમરી કરપ્ટ થઈ શકે છે જેનો ફાયદો ઉઠાવીને અટેકર્સ ટાર્ગેટ ડિવાઈસમાં મલેશિયલ કોડ રન કરી શકે છે. ગૂગલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ આ નબળાઈનો ઉપયોગ તે શોધાય તે પહેલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. ગૂગલના થ્રેટ એનાલિસિસ ગ્રુપે 12 નવેમ્બરના રોજ આ બગ શોધી કાઢ્યો હતો. આ વર્ષે આ સાતમો ઝીરો ડે ફ્લો છે. આનો અર્થ એ છે કે 2025માં હેકર્સે ગૂગલ પહેલાં એક ભૂલ શોધી કાઢી છે.

Continues below advertisement

ગૂગલે અપડેટ રજૂ કર્યું

ગૂગલ ક્રોમની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે અને આ બગ માટે એક સુરક્ષા પેચ જાહેર કર્યો છે. તે યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે જો તમને ક્રોમમાં કોઈ પેન્ડિંગ અપડેટ દેખાય તો તેને તાત્કાલિક ઇન્સ્ટોલ કરો. આવી સુરક્ષા નબળાઈઓ અને વધતા સાયબર હુમલાઓ સામે રક્ષણ આપવા માટે ક્રોમ અને અન્ય એપ્લિકેશનોને નિયમિતપણે અપડેટ કરવાની ભલામણ કરવામાં આવે છે.

ગૂગલે ફરી એકવાર AI ની દુનિયામાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ તેનું નવું અને સૌથી બુદ્ધિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ, જેમિની 3 લોન્ચ કર્યું છે. કંપનીએ તેને અત્યાર સુધીનું તેનું શ્રેષ્ઠ AI મોડેલ ગણાવ્યું છે. ગૂગલનો દાવો છે કે તે જૂના જેમિની મોડેલ કરતાં વધુ સારું છે અને દરેક મોટા પરીક્ષણમાં OpenAI ના GPT-5.1 ને પાછળ છોડી દે છે. આ નવું મોડેલ વિચારવામાં, વાતચીત કરવામાં, કોડ લખવામાં, ગણિતની સમસ્યાઓ ઉકેલવામાં અને મોટા કાર્યોનું આયોજન કરવામાં ઘણું આગળ છે. ગૂગલનું કહેવું છે કે હવે વપરાશકર્તાઓ મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશે, તે આખા પ્રોજેક્ટ્સનું પણ આયોજન કરી શકશે.