Bihar CM Oath Ceremony: નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે ગુરુવારે રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશના નવા મંત્રીમંડળમાં 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અને વિજય સતત બીજા કાર્યકાળ માટે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સ્ટેજ પર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય NDA પક્ષોના અસંખ્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત, અન્ય 26 મંત્રીઓએ શપથ લીધા હતા. નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ઉપરાંત શપથ લેનારાઓમાં વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની,નીતિન નવીન, રામ કૃપાલ, સંતોષ સુમન, સુનીલ કુમાર, જમા ખાન, સંજય સિંહ ટાઈગર, અરુણ શંકર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શ્રેયસી સિંહ, પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ, અને દીપક પ્રકાશે મંત્રી પદના શપથ લીધા હતા.
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ કુલ 202 બેઠકો જીતી હતી. ભાજપે 89 બેઠકો જીતી હતી. નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) 85 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (R) એ 19 બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) એ પાંચ બેઠકો જીતી હતી, અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી.