Google Map Real Time Speed Limit Feature: રૉડ સેફ્ટીને લઇને પ્રોત્સાહન આપવા અને ડ્રાઇવરોને સ્પીડ લિમીટની મર્યાદાઓનું પાલન કરાવવામાં મદદરૂપ થવા હવે ગૂગલ આગળ આવ્યુ છે. તાજેતરમાં જ કંપનીએ Google Mapsમાં એક નવી સુવિધા શરૂ કરી છે જે વૈશ્વિક સ્તરે રૉડ માટેની રિયલ ટાઇમ લિમીટની જાણકારી બતાવશે. અપડેટનો ઉદ્દેશ્ય ડ્રાઇવરોને સ્પીડ અને અન્ય સંબંધિત જાણકારી આપવાનો છે, ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં હવામાન અથવા અજાણ્યા ટ્રાફિક નિયમોને કારણે લૉ વિઝિબિલિટી જેવી પડકારજનક પરિસ્થિતિઓમાં કામ આવે છે.


કેમ છે ફાયદાકારક ?
હાઈવેથી લૉકલ રૉડ પર જતી વખતે લોકો સ્પીડ લિમીટને સમજી શકતા નથી, જેના કારણે તેઓ અજાણતા ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે ચલણનો ભોગ બને છે. ખાસ કરીને રાત્રીના સમયે કે ખરાબ હવામાનમાં રસ્તાઓ પરના સાઈન બોર્ડ દેખાતા નથી, જેના કારણે રસ્તાની સાચી સ્પીડ લિમીટ વિશે માહિતી મળતી નથી. તેથી ડ્રાઇવરોને મદદ કરવા અને ડ્રાઇવરોને બેસ્ટ સેફ્ટી અને નેવિગેશન હેલ્પ પૂરી પાડવા માટે Google મેપ્સે સ્પીડૉમીટર ફિચર લૉન્ચ કર્યું છે, જે દુનિયાભરના રસ્તાઓ માટે રિયલ ટાઇમ લિમીટ જાણકારી આપશે. આ ફિચર હાલમાં માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ છે.


કઇ રીતે એનેબલ કરી શકશો ગૂગલ મેપમાં સ્પીડૉમીટર 


1. સૌ પ્રથમ તમારા Android મોબાઇલ ફોનમાં Google Map એપ્લિકેશન ઓપન કરો. 
2. Google મેપ્સની એપ્લિકેશનના ઉપરના જમણા ખૂણામાં, તમારા પ્રૉફાઇલ ફોટો અથવા આદ્યાક્ષરોને ટેપ કરો.
3. ડ્રૉપ-ડાઉન મેનૂમાં, "સેટિંગ્સ" સિલેક્ટ કરો. આ સેટિંગ્સ મેનૂ ખોલશે. ત્યાંથી આગળ વધવા માટે "નેવિગેશન સેટિંગ્સ" પસંદ કરો.
4. એકવાર તમે નેવિગેશન સેટિંગ્સમાં આવો પછી "ડ્રાઇવિંગ ઓપ્શન્સ" લેબલવાળા વિભાગને જુઓ. અહીં તમને તમારા ડ્રાઇવિંગ અનુભવને લગતી વિવિધ સુવિધાઓ મળશે.
5. "ડ્રાઇવિંગ ઓપ્શન્સ" હેઠળ તમને સ્પીડૉમીટર માટે ટૉગલ સ્વીચ મળશે. સ્પીડૉમીટરને સક્ષમ કરવા અને તમારી ડ્રાઇવિંગ ગતિ પર રીઅલ-ટાઇમ માહિતી મેળવવા માટે સ્વીચ ચાલુ કરો.


એકવાર તમે સ્પીડૉમીટર સેટ કરી લો તે પછી તે Google મેપ્સ સાથે નેવિગેટ કરતી વખતે તમારી GPS સ્પીડ બતાવશે, અને જો તમે સ્પીડ લિમીટ ઓળંગી રહ્યા હોવ તો તે રંગો બદલીને તમને ચેતવણી પણ આપશે.


સ્પીડૉમીટર કઇ રીતે કામ કરે છે


ઓફિશિયલ બ્લૉગ પૉસ્ટ અનુસાર, Google મેપ્સનું સ્પીડૉમીટર સ્ટ્રીટ વ્યૂ ઇમેજ અને થર્ડ પાર્ટી ઇમેજરીથી સ્પીડ લિમીટની ઓળખ કરવા માટે AI નો ઉપયોગ કરીને સ્પીડ કન્ટ્રૉલ કરવામાં મદદ કરે છે. આ AI મૉડલને વિશ્વભરના સેંકડો પ્રકારના ચિહ્નો પર ટ્રેઇનિંગ આપવામાં આવી છે જેથી તે નક્કી કરી શકે કે ચિહ્નો અલગ દેખાય ત્યારે પણ તે સ્પીડ લિમીટ શોધી શકે છે. એકવાર AI મૉડલ કોઈ ચિહ્નને ઓળખી લે તે પછી તે યૂઝર્સને સ્પીડ લિમીટ સાથે અપડેટ કરવા માટે તેના ચોક્કસ ભૌગોલિક સ્થળ સાથે મેચ કરવા માટે ઇમેજીસમાંથી GPS માહિતીનો ઉપયોગ કરે છે.