ઘણા લોકો Google Translation વિશે જાણતા હશે, પરંતુ શું તમે ક્યારેય વીડિયો કોલ પર વોઇસ ટ્રાન્સલેશનનો ઉપયોગ કર્યો છે? વાસ્તવમાં  Google I/O 2025 નું આયોજન ભારતીય સમય મુજબ મંગળવારે રાત્રે કરવામાં આવ્યું છે, જેમાં કંપનીએ Google Meet માટે રીઅલ ટાઇમ ટ્રાન્સલેશન ફીચરની જાહેરાત કરી છે.

સબ્સ્ક્રાઇબર્સ તેમના AI Premium plan હેઠળ ગૂગલ મીટમાં વોઇસ ટ્રાન્સલેશન ફીચરને એક્સેસ કરી શકશે. આ ફીચર રોલઆઉટ કરવામાં આવી છે. આ ફીચર વીડિયો કોલ દરમિયાન એકવાર ઓન કરવું પડશે.

Google Meet પર વીડિયો કોલિંગ દરમિયાન ટ્રાન્સલેશન ફીચર ચાલુ થઈ ગયા પછી AI ઓડિયો મોડેલ આ સ્પીચનો ઉપયોગ કરશે. આ પછી તે તે સ્પીડને રિયલ ટાઇમ ટ્રાન્સલેટ કરીને બતાવશે.

ટૂંક સમયમાં વધુ નવી ભાષાઓ ઉમેરવામાં આવશે

Google Meetના આ ટ્રાન્સલેશન ફીચરની શરૂઆત અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં શરૂ કરવામાં આવી છે, જેનો ડેમો પણ લાઇવ ઇવેન્ટ દરમિયાન બતાવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ ફીચર્સમાં વધુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે.

ગૂગલે કહ્યું કે તે એક એન્ટરપ્રાઇઝ વર્ઝન પર કામ કરી રહ્યું છે જેની ઍક્સેસ વર્કસ્પેસ બિઝનેસ ગ્રાહકોને મળશે. પ્રારંભિક ટ્રાયલ માટે પસંદગીના કોર્પોરેટ ક્લાયન્ટ્સ સાથે કામ ચાલી રહ્યું છે અને તે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. Google Beam એ કંપનીનું પહેલું એઆઈ ફર્સ્ટ 3D વીડિયો કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. અહીં તમને એવો અનુભવ થશે કે જાણે વીડિયો કોલ પરની વ્યક્તિ તમારી સામે બેઠી હોય. ગુગલ બીમનું જૂનું નામ Project Starline  છે. 

કમ્પ્યુટરથી Gmail પ્રવૃત્તિ કેવી રીતે તપાસવી?

  • જો તમે લેપટોપ કે ડેસ્કટોપ વાપરતા હો, તો Gmail માં લોગ ઇન કરો. ઇનબોક્સ ખુલ્યા પછી, તમને નીચે જમણી બાજુએ Last account activity'  લખેલું જોવા મળશે. તેની નીચે 'Details' પર ક્લિક કરો.
  • અહીં તમને એક નવી વિંડોમાં સંપૂર્ણ માહિતી મળશે, જે તમને જણાવશે કે કયા ઉપકરણો પર અને ક્યારે તમારા એકાઉન્ટને એક્સેસ કરવામાં આવ્યું હતું. તે ઉપકરણનું નામ, લોગ ઇન કરવા માટે વપરાતું બ્રાઉઝર, સ્થાન, તારીખ અને સમય, તેમજ IP સરનામું બતાવશે. જો તમને અહીં કોઈ અજાણ્યું સ્થાન અથવા ઉપકરણ દેખાય જે તમે ઓળખી શકતા નથી, તો તે ચેતવણીનો સંકેત હોઈ શકે છે.