Google Outage:  જો તમારી પાસે સ્માર્ટફોન છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. બુધવારે રાત્રે ગૂગલ અચાનક ડાઉન થઈ ગયું. ગૂગલ ડાઉન થતાં જ લોકોને ઈન્ટરનેટ એક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. ગૂગલ ડાઉન થવાની અસર ગૂગલની તમામ સેવાઓમાં જોવા મળી હતી. ગૂગલ ડાઉન થતાં જ યુઝર્સને ક્રોમમાં સર્ચ કરવામાં અને ગૂગલ મેપમાં દિશા-નિર્દેશો શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.


ગૂગલ ડાઉન થયા બાદ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ પણ નોંધાવી હતી. ડાઉન ડિટેક્ટર, એક વેબસાઇટ કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અન્ય વેબસાઇટ્સના આઉટેજ પર નજર રાખે છે, તેણે પણ પુષ્ટિ કરી કે ગૂગલ ડાઉન છે.


યુઝર્સને કરવા પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો


ડાઉન ડિટેક્ટરેએ દાવો કર્યો છે કે ગૂગલ ડાઉન થવાની ફરિયાદોમાં અચાનક વધારો થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે યુઝર્સને ગૂગલની સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યુઝર્સે ગૂગલ ડાઉન હોવાના અહેવાલો નોંધાવ્યા છે. હાલ આ સમસ્યાને લઈને ગૂગલ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.






તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે વિશ્વના ઘણા દેશોમાં ગૂગલ ડાઉન હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગૂગલ ડાઉન થયા પછી, નેટીઝન્સે પણ સર્ચ એન્જિનના કામ ન કરવા અંગે સોશિયલ મીડિયા પર એકબીજાને પ્રશ્નો પૂછ્યા. યુઝર્સે કહ્યું કે તેઓને ગૂગલ મેપનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.