નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ અને સ્માર્ટફોન મેકર સેમસંગ હવે સાથે મળીને કામ કરશે. ટેક જાયન્ટ ગૂગલે જાહેરાત કરી છે કે તે સ્માર્ટહૉ ડિવાઇસીસ માટે સેમંસગ સાથે મળીને કામ કરશે.

આસિસ્ટન્ટ અને નેસ્ટ ડિવાઇસીસને હવે તમે ઘરોમાં સેમસંગ સ્માર્ટ ડિવાઇસીસની સાથે બહુ આસાનીથી ઇન્ટરઓપરેટ કરી શકશો. યૂઝર્સ માર્થથિંગ્ટ એપની સાથે નેસ્ટ કેમેરા, થર્મોસ્ટટ્સ અને ડૉરબેલ જેવા નેસ્ટ ડિવાઇસીસને એક્સેસ અને કન્ટ્રૉલ કરી શકશો.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે હવે તમારી પાસે તમારા સ્માર્ટ ઘરને કન્ટ્રૉલ કરવા માટે વધુમાં વધુ મોકા હશે. ગૂગલે કહ્યું કે તે એન્ડ્રોઇડ 11ના પોતાના મનપસંદ ફિચર્સમાંથી એકને સેમસંગના નવા ગેલેક્સી સ્માર્ટફોન્સમાં લાવવા માટે કામ કરી રહ્યું છે.



ગૂગલે તાજેતરમાં જ પોતાના એન્ડ્રોઇડ એન્ટરપ્રાઇઝ રેકમેન્ડેડ પ્રોગ્રામમાં સેમસંગ ગેલેક્સીના ડિવાઇસીસને પણ જોડે છે. આ એન્ડ્રોઇડ એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે એક ખુબ જરૂરી ટૂલ બની ગયુ છે.