ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યુ છે કે ટેસ્ટ સીરીઝમાં આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ તેમને જબરદસ્ત ટક્કર આપશે. ઓસ્ટ્રેલિયા ભારત સામે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરશે. કોહલીએ કહ્યું ટીમને ટેસ્ટ સીરીઝમાં પણ વનડે અને ટી20 જેવી ટક્કર મળશે.
વિરાટ કોહલીએ જોકે એ વાત પણ માની છે કે ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે ટીમ ઇન્ડિયામાં કાબેલિયત છે. કોહલીએ કહ્યું અમે પ્રતિસ્પર્ધી બનવુ પડશે, આ વખતે એક મજબૂત ટીમ છે, અમારા અમારી તરફથી વધુ પ્રતિસ્પર્ધી થવુ પડશે. અમારુ માનવુ છે કે આ લયને અમે ટેસ્ટ સીરીઝમાં પણ ચાલુ રાખી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ગઇ વખતે ભારતે ઓસ્ટ્રેલિયાને જબરદસ્ત માત આપી હતી, ભારતે તે વખતે પહેલીવાર 2-1થી ટેસ્ટ સીરીઝ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત દેખાઇ રહી છે.