Google Voice Assistant: કેટલાય લોકો ગૂગલ વૉઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી રહ્યાં છે, આનો ઉપયોગ પણ ખુબ આસાન છે, તમે આનાથી ફોનને કન્ટ્રૉલ કરી શકો છો, વિના ફોનને ટચ કરે આનો ઉપયોગ કરી શકો છો, આ ફિચર ખાસ કરીને ત્યારે ખુબ કામ આવે છે, જ્યારે તમે કોઇ કામ કરી રહ્યાં છો. આવામાં તમારે બસ તમારા ફોનને ઇન્સ્ટ્રક્શન આપવાનું છે. ગૂગલનું વૉઇસ આસિસ્ટન્ટ તમને વૉઇસ સર્ચિંગ, ડિવાઇસ કન્ટ્રૉલ અને મ્યૂઝિક પ્લે જેવી સુવિધાઓ ઓફર કરે છે, આની ડિફૉલ્ટ ભાષા અંગ્રેજી છે, પરંતુ જો તમે તમને અંગ્રેજી ના સમજાતી હોય તો તમે તમારી પસંદની ભાષાને એડ કરી શકો છો. જાણો આ માટે શું છે પ્રૉસેસ.........
ગૂગલ આસિસ્ટન્ટને છે કેટલીય ભાષાઓનો સપોર્ટ -
ગૂગલ આસિસ્ટન્ટ ટેકેસ્ટ અને વૉઇસ બન્નેને સપોર્ટ કરે છે, એટલુ જ નહીં આ કેટલીય ભાષાઓને પણ સપોર્ટ કરે છે. આમ તો આ તમારા સ્માર્ટફોનની ભાષા પર ડિફૉલ્ટ રીતથી સેટ થયા છે, પરંતુ જો તમે ઇચ્છો તો ગૂગલને તમારી પસંદગીની ભાષામાં પણ સેટ કરી શકો છો.
આ ભાષાઓને કરે છે સપોર્ટ -
ગૂગલ આસિસ્ટન્ટ અંગ્રેજી, જાપાની, સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ, ઇતાવલી, પૉર્ટુગીઝ, ડચ, હિન્દી, દાનિશ, સ્વીડિશ, કોરિયન, નૉર્વેનિયન, વિયતનામી, બંગાળી, મરાઠી, ઉર્દુ, મલાયાલમ, બ્રિટિશ અંગ્રેજી અને અમેરિકન અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે, આ ભાષાઓનો ઉપયોગ કરવા માટે તમારે સેટિંગમા ફેરફાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, તમે પોતાના ડિવાઇસ પર મેક્સિમમ 3 ભાષાઓનો ઉપયોગ કરી શકો છો. જાણો આ ભાષા યૂઝ કરવાની આખી પ્રૉસેસ.......
Google Voice Assistantની ભાષાને બદલવાની રીત -
આ માટે તમારા સ્માર્ટફોનમાં Google Home Page ઓપન કરો.
રાઇડ સાઇડમાં સૌથી ઉપર રહેલા પ્રૉફાઇલ ફોટો પર ટેપ કરો.
અહીં Settings પર ક્લિક કરો.
આ પછી Google Assistant પર ક્લિક કરો.
હવે Language પર ક્લિક કરીને પોતાની ભાષા સિલેક્ટ કરી દો.
નૉંધઃ આ ઉપરાંત, તમે ગૂગલ આસિસ્ટન્ટને પણ ભાષા બદલવા માટે કહી શકો છો.
નૉંધઃ આ ઉપરાંત, તમે ગૂગલ આસિસ્ટન્ટને પણ ભાષા બદલવા માટે કહી શકો છો. આ સિવાય પર ગૂગલ પર કેટલાય બીજા સારા અને કામના ફિચર્સ અવેલેબલ છે, જેનો યૂઝ યૂઝર્સ કરી શકે છે.