નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની Googleએ તાજેતરમાં જ નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આ અંતર્ગત કંપની પોતાના યૂઝર્સને ગૂગલ ફોટોઝમાં લૉક્ડ ફૉલ્ડર ફિચર લઇને આવી છે, જેની મદદથી યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે. આ લૉક ફૉલ્ડરમાં રાખવામાં આવેલા ફોટોઝ કે વીડિયો ફોટો ગ્રીડ, સર્ચ, આલ્બમ અમે મેમરીમાં શૉન નહીં થાય. 


ક્લાઉડ પર પણ નહીં લઇ શકો બેકઅપ- 
આ ફૉલ્ડરના ફોટોઝ થર્ડ પાર્ટી એપ્સમાં પણ દેખાશે નહીં. આ હાઇડ ફોટોઝનુ ક્લાઉડ પર બેકઅપ નહીં લઇ શકાય. જો કોઇ ફોટો કે પછી વીડિયોનો બેકઅપ યૂઝર્સે પહેલા જ લઇ લીધો છે, તો ગૂગલ તેને તેને ક્લાઉડમાંથી હટાવી દેશે અને આ ફોટોઝ ફક્ત ફૉલ્ડરમાં જ રહેશે. યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે.


આ રીતે કરી શકશો યૂઝ- 
ગૂગલ ફોટોઝના આ ફિચરને યૂઝ કરવા માટે લાયબ્રેરીમાં જઇને યુટિલિટીઝમાં જવુ પડશે. આ બાદ લૉક્ડ ફૉલ્ડરમાં જઇને આ ખાસ લૉક્ડ ફૉલ્ડનો યૂઝ કરી શકો છો. આ ફૉલ્ડરને એકવાર યૂઝ કર્યા બાદ તે પોતાના ફોટોઝ પોતાની લાયબ્રેરીમાંથી એડ કરી શકો છો. 


આ રીતે પણ કરી શકો છો ઉપયોગ-
આ ઉપરાંત આ ફિચરનો યૂઝ કરવા માટે ડાયરેક્ટર ગૂગલ કેમેરા એપનો પણ યૂઝ કરી શકો છો. આના માટે યૂઝર્સને કેમેરા એપ ઓપન કરવી પડશે, અને ટૉપમાં સાઇડમાં ગેલેરી આઇકૉન પર ક્લિક કરવુ પડશે. આ પછી લિસ્ટમાં લૉક્ડ ફૉલ્ડરને સિલેક્ટ કરવુ પડશે. 


અત્યારે ફક્ત આમાં મળશે સુવિધા-
ગૂગલ ફોટોઝના આ ખાસ ફિચરની સુવિધા અત્યાર ફક્ત Google Pixel સ્માર્ટફોનમાં મળશે, જેમાં Google Pixel 3 સીરીઝ, Pixel 4 સીરીઝ અને Pixel 5 સ્માર્ટફોન્સ સામેલ છે. જોકે, અન્ય એન્ડ્રોઇડ ફોન્સ માટે લૉક્ડ ફૉલ્ડર ફિચરને રૉલઆઉટ કરવાનો દાવો કંપનીની તરફથી કરવામાં આવ્યો છે.