Google year in search 2023: વર્ષ 2023 ભારત માટે ખૂબ જ ખાસ રહ્યું છે અને ભારતે વિશ્વના અન્ય દેશોનું ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યું છે. પછી તે ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઐતિહાસિક ઉતરાણ હોય કે G20નું આયોજન હોય. આ ઘટનાઓએ વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી અને આ વર્ષે વર્લ્ડ કપ સર્ની દ્રષ્ટિએ નવી ઊંચાઈઓને સ્પર્શી ગયો છે.


ગૂગલ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ભારતના લોકોએ શું સર્ચ કર્યું છે. ગૂગલે ભારતમાં 2023ની ટોચની ટ્રેન્ડીંગ સર્ચને 12 કેટેગરીમાં રૂપાંતરિત અને શેર કરી છે. ગૂગલે તેને ન્યૂઝ ઈવેન્ટ, What is, How to and Near Me વગેરેમાં રૂપાંતરિત કર્યું છે. આ સિવાય સ્પોર્ટ્સના ટોપ 10 કીવર્ડ શેર કરવામાં આવ્યા છે. આ શ્રેણીઓમાં લોકોએ સૌથી વધુ શું શોધ્યું તે જણાવવામાં આવ્યું છે. તમામ કેટેગરીમાં ટોપ-10નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ એ એક ઐતિહાસિક ક્ષણ છે. તેણે માત્ર દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન પણ ખેંચ્યું. ભારત સિવાય સમગ્ર વિશ્વમાં તેની શોધ કરવામાં આવી હતી. લોકોએ કર્ણાટક ચૂંટણી પરિણામ અને સમાન નાગરિકતા સંહિતા અંગે સર્ચ કરવાની સાથે લોકલ ડેવલપમેંટ્સ અંગે પણ જાણકારી હાંસલ કરી. ઈઝરાયલ ન્યૂઝ અને તુર્કી ભૂકંપ અંગેના સવાલો સાથે ગ્લોબલ ઘટનાઓ પણ સર્ચ કરી. ભારતમાં લોકોએ મેથ્યુ પેરી (ફ્રેંડ્સ સીરિયલ), મણિપુર ન્યૂઝ અને ઓડિશા ટ્રેન એક્સિડેંટ પણ સર્ચ કર્યું.




ક્રિકેટ વર્લ્ડકપ અને શુભમન ગિલને લઈ લોકોએ ખૂબ કર્યુ ગૂગલ સર્ચ


ગૂગલે કહ્યું કે, ક્રિકેટ વર્લ્ડકપ અને ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ અંગે ક્વેરી આ વર્ષે ઓલ ટાઈમ હાઈ લેવલ પર રહી. શુભમન ગિલ અને રચિન રવીંદ્ર લોકલ અને ગ્લોબલ લેવલ પર ટોપ ટ્રેંડિગ ક્રિકેટર તરીકે ઉભર્યા. શાહરૂખ ખાનની જવાન ટોપ ટ્રેંડિંગ લોકલ ફિલ્મ સર્ચ અને ગ્લોબલ લેવર પર ટોપ 3 ટ્રેંડિંગ સર્ચમાં પોતાનો દાવો રજૂ કર્યો, ગદર-2 અને પઠાણે પણ લોકલ અને વર્લ્ડવાઇડ ટ્રેંડિંગ ફિલ્મોના રૂપમાં પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કર્યુ.


એક્ટ્રેસ કિયારા અડવાણી ભારતમાં ટ્રેંડિંગ લોકોના લિસ્ટમાં સૌથી મોખરે રહી અને તેને ટોપ ટ્રેંડિંગ ગ્લોબલ એક્ટર્સના લિસ્ટમાં પણ સ્થાન મળ્યું. ટોપ-10માં 6ની સાથે લોકલ ઓટીટી કંટેટ ટ્રેંડિંગ શો પર ભારે પડ્યા, જેમાં ફર્ઝી, અસુર અને રાણા નાયડૂ ટોપ રેંક પર છે.