નવી દિલ્હી: સરકાર દ્વારા ચીન એપ્સ પર પ્રતિબંધ બાદ હવે મોબાઈલ હેન્ડસેટ પર પણ રોક લાગવવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર ડિજિટિલ કમ્યૂનિકેશન કમીશન 19 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં ડેટા પ્રાઈવસી અને સિક્યોરિટીની ભલામણને લીલી ઝંડી આપી શકે છે.

TRAIની ભલામણ અનુસાર હેન્ડસેટ કંપનીઓએ ગ્રાહકોના ડેટાની સુરક્ષાની જવાબદારી લેવી પડશે. ટ્રાઈએ 2018માં તેની ભલામણ કરી હતી. TRAI દ્વારા ડેટા પ્રાઈવસી સિક્યોરિટી, મિલ્કતને લઈને ભલામણ કરવામાં આવી હતી. ICAએ TRAIની ભલામણનો વિરોધ કર્યો હતો. આ ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે, એપ્સ, ઓપરેટિંગ સિસ્ટમ, મોબાઈલ હેન્ડસેટના ગ્રાહકોના ડેટાની સુરક્ષા કરવી પડશે. કંપનીઓએ પોતાના સર્વર ભારતમાં લગાવવું પડશે. ભારતના 74 ટકા માર્કેટ પર ચાઈનીઝ હેન્ડસેટનો કબ્જો છે.

ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ પર રેગ્યુલેશન નહીં

TRAIએ ફેસુબુક, ટ્રાઈએ ફેસબુક, ટ્વિટર, વૉટ્સએપ જેવા OTT એપ્સને લઈને કહ્યું કે, તેના નિયમન માટે ગાઈડલાઈન્સની જરૂર નથી. જો કે, તેમણે આ એપ્સની દેખરેખ પર જોર આવ્યું છે, જેથી જરૂરત પડવા પર તેને રેગ્યુલેટ કરી શકાય. TRAIનું કહેવું છે કે, તેમનું રેગ્યુલેટ કરવું યોગ્ય નછી. બજાર જ તેમને રેગ્યુલેટ કરે છે.

જો TRAI તેમને રેગ્યુલેટ કરે છે તો ઈન્ડસ્ટ્રી પર તેની માઠી અસર પડશે. TRAIએ કહ્યું કે, તેમને મોનિટર કરવાની જરૂરત છે રેગ્યુલેટ કરવાની નહીં. માત્ર જરૂરત પડવા પર જ આ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી જોઈએ। તે સિવાય OTT એપ્સની પ્રાઈવસી, સિક્યોરિટીમાં પણ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.