નવી દિલ્હીઃ ભારત સરકાર અને અમેરિકાની મીઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરની વચ્ચે હાલમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. સરાકરે ટ્વીટરને દેશના કાયદાનું પાલન કરવા માટે કડક ચેતવણી આપી છે. જ્યારે ટ્વીટરે કહ્યું કે, કંપની અભિવ્યક્તિની આઝાદીના પક્ષમાં છે. પરંતુ સરાકરે જે આધારે ટ્વીટર એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું છે તે ભારતીય કાયદા અનુસાર નથી.


ટ્વીટર અને સરકારની વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યું ત્યારે સ્વદેશી ટ્વીટર તરીકે બહાર આવેલ Koo Appને તેનો સૌથી વધારે લાભ મળ્યો છે. સાત ભારતીય ભાષાઓમાં પોસ્ટ અને લાઈકનો વિકલ્પ આપનારી કૂ એપને છેલ્લા પાંચ દિવસમાં નવ લાખ નવા યૂઝર્સ મળ્યા છે. આંકડાની વાત કરીએ તો એક વર્ષ પહેલા બનેલ કૂ એપ વિતેલા વર્ષે માત્ર 26 લાખ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક આંકડા એ છે કે આ વર્ષે છ ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે માત્ર પાંચ જ દિવસમાં નવ લાખ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ પહેલાની તુલનામાં 20 ગણી વધારે છે.

ટ્વીટર અને સરકારની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે રેલવે મંત્રી પીયૂષ ગોયલે સ્વદેશી એપ કૂનો ઉપોયગ કરવાની અપીલ કીર છે. પીયૂષ ગોયલે ઉપરાંત કેટલીક અન્ય મોટી હસ્તીઓએ પણ કૂ એપના સમર્થનમાં ટ્વીટ કર્યા છે. કૂ એપનો લોગો એક પીળા રંગના પક્ષીનો છે, ઉપરાં લોકો ટ્વીટરના બ્લૂ રંગના લોકો સાથે હળતોમળતો આવે છે.

ટ્વીટર અને સરકારની વચ્ચે તણાવ શા માટે?

ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીથી થયેલ હિંસા બાદ સરાકરે ટ્વીટરને 1178 એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું હતું. સરકારનું કહેવું હતું કે આ એકાઉન્ટ લોકોની વચ્ચે ખોટી જાણકારી ફેલાવે છે અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. ટ્વીટરે સરકારની માગ પર આ એકાઉન્ટ બંધ કર્યા. પરંતુ તેના થોડા જ કલાકમાં ટ્વીટરે એ બધા એકાઉન્ટ ફરીથી ચાલવુ કરી દીધા.

ટ્વીટરે તર્ક આપ્યો કે સરકારે જે આધારે ટ્વીટરને એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું તે ભારતીય કાયદા અનુસાર નથી. ત્યાર બાદ સ્વદેશી એપ કૂ ચર્ચામાં આવી અને રેલવે મંત્રી સહિત તમામ મોટી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વીટ અને તેને પ્રોત્સાહન આપાવની અપીલ કરી.