નવી દિલ્હીઃ સ્માર્ટફોનમાં કેટલાય પાર્ટ્સ બહુજ મહત્વના હોય છે, અને બેટરી તેમાની એક છે. નવો ફોન લેતી વખતે આપણે હંમેશા બેટરી વિશે પુછે છે. આજકાલ માર્કેટમાં એવા-એવા સ્માર્ટફોન આવી રહ્યાં છે, જે બહુજ ઓછા સમયમાં ફોનને ચાર્જ કરી દે છે. પરંતુ હવે ચીનની કંપની શ્યાઓમી ચાર્જિંગની એક ખાસ ટેકનોલૉજી લઇને આવી રહી છે. કંપનીનો દાવો છે કે આ ટેકનોલૉજીની મદદથી માત્ર 10 મિનીટમાં ફોન ફૂલ ચાર્જ થઇ શકશે. 


આ વર્ષના અંતમાં ઉઠાવી શકાશે લાભ.....
રિપોર્ટ્સનુ માનીએ તો શ્યાઓમી હાલ 200W ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે, અને માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષના અંત સુધીમાં ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આ ચાર્જિંગ ટેકનોલૉજી આપવામાં આવી શકે છે. શ્યાઓમી 200W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલૉજીને વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ દ્વારા આપી શકે છે. આ પહેલા કંપનીએ Mi 10માં 120W વાયર્ડ ચાર્જિંગ સિસ્ટમ સપોર્ટ આપવામાં આવી હતી. 


Mi Air Charge ટેકનોલૉજી.... 
ખાસ વાત છે કે આ વર્ષે શ્યાઓમી રિમૉટ ચાર્જિંગ ટેકનોલૉજી Mi Air Chargeને રિલીઝ કરી ચૂકી છે. આ ટેકનોલૉજીની મદદથી વિના કોઇપણ કેબલથી એકસાથે કેટલાય ડિવાઇસને વાયરલેસ સિસ્ટમ અંતર્ગત ચાર્જ કરી શકાય છે. આમાં યૂઝર્સને ફક્ત ચાર્જરની સામે ઉભુ રહેવાનુ છે, અને ડિવાઇસ ઓટોમેટિક ચાર્જ થઇ જશે. આ ચાર્જિગં ટેકનોલૉજીમાં સેલ્ફ-ડેવલપ્ડ આઇસૉલેટેડ ચાર્જિંગ પાઇલનો યૂઝ કરવામાં આવ્યો છે, જે ડિવાઇસને ચાર્જ કરવા માટે હવામાં ચાર્જિંગ એનર્જી જનરેટ કરે છે.