નવી દિલ્હી: નોકિયા કંપનીએ પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન નોકિયા 8.3 5G ગુરુવારે લોન્ચ કર્યો છે. ફોનમાં 64MP પ્રાઈમરી કેમેરા સાથેનું સર્ક્યુલર 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનનું પોલાર નાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનને યુરોપ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે તેને ભારતમાં ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.


નોકિયા 8.3 5G ફોનમાં ફિચર્સની વાત કરવામાં આવે તો 64MP પ્રાઈમરી કેમેરા સાથેનું સર્ક્યુલર 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં ફોટો એડિટ અને કેપ્ચર માટે Zeiss Cinema ફીચર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

નોકિયા 8.3 5G ફોનની કિંમતની વાત કરવામાં આવે તો 6GB+ 64GB (આશરે 47,950 રૂપિયા), જ્યારે 8GB+128GB(આશરે 51,950 રૂપિયા) હશે.

નોકિયા 8.3 5G ફોનમાં 4500 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ બેટરી મળશે. 6.81 ઈંચની ડિસ્પ્લે મળશે. OS: એન્ડ્રોઈડ 10 પ્રોસેસર: ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G.