Realmeની ઓફિશિયલ વેબસાઇટ પર Realme holi days sale ચાલી રહ્યો છે. 31 માર્ચ સુધી ચાલનાર આ સેલમાં કંપનીના સ્માર્ટ ફોનને બહુ ઓછી કિંમતે ખરીદી શકાશે.હોળીના અવસરે ચીની સ્માર્ટ ફોન કંપની Realme તેમના સ્માર્ટ ફોન સસ્તા ભાવે વેંચી રહી છે. હાલ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર 31 માર્ચ સુધી Realme holi days sale ચાલી રહ્યો છે. આ સેલ દ્રારા આપ સસ્તી કિંમતે સ્માર્ટ ફોન ખરીદી શકો છો. કંપનીની વેબસાઇટ પર આપને અનેક શાનદાર ડીલ મળી જશે. તો જાણીએ કે, કંપની તેના પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
કિંમત અને ઓફર
Realme 7 Proનું 6GB+ 64GBવાળા વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જો કે આ ફોન આ સેલમાં માત્ર 13,499માં મળી રહ્યો છે.આ સિવાય ફોનના 8GB+128GB ઇન્ટરનેટ સ્ટોરેજવાળા વેરિઅન્ટને આપ 16,999 ને બદલે 15,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.
Realme 7 Pro સ્પેસિફિકેશન્સ
રિયલમીના આ ફોનમાં 6.4 ઇંચ અમોલેડ ફુલએચડી+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં ઓક્ટા-કોર સ્નૈપડ્રગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે. રૈમ 6GB અને 8GB આપવામાં આવી છે. ફોનમાં 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સિવાય આપ માઇક્રોએસડી કાર્ડની મદદ વધારી શકો છો. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ રિયલમી યૂઆઇ આપવામાં આવ્યું છે.
કેમરા અને બેટરી
રિયલમી 7 પ્રોમાં 64 મેગાપિક્સલ સોની IMX682 પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ, 2 મેગાપિક્સલ મોનોક્રોમ અને 2 મેગાપિક્સલ મેક્રો સેંસર આપવામાં આવ્યાં છે.
Realme 7 સિરીઝનો મુકાબલો સેમસંગ ગેલેક્સી M31s સાથે છે. તેમાં 6.5 ઇંચનું ફુલ એચડી પ્લસ ઇનફિનિટી ડિસ્પ્લે છે. પર્ફોમ માટે ફોનમાં સેમસંગ એક્ઝિનોઝ 9611 પ્રોસેસર છે. જે 2.3 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડથી સજ્જ છે. આ નવા ફોનમાં 6000 એમએએચની બેટરી છે જે ઝડપી ચાર્જિંગથી સજ્જ છે. આ ફોન સાથે 25 ડબલ્યુનું ફાસ્ટ ચાર્જર પણ ઉપલબ્ધ છે. તેમાં ચાર કેમેરાઓનો સેટઅપ છે જેમાં એક 64 મેગાપિક્સલનો કેમેરો છે, બીજો 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ છે,.