અમદાવાદઃ રવિવારે રાત્રે રાજ્ય સહિત સમગ્ર દેશમાં હોલિકા દહન (Holika Dahan) કરવામાં આવ્યું હતું. હોળીની જ્વાળા જે દિશામાં ફરકતી હોય છે તેના આધારે વરતારાનું વિજ્ઞાાન છે. આગામી વર્ષ કેવુ રહેશે એ હોળીની જ્વાળાથી નક્કી કરવામાં આવે છે. જે મુજબ આગામી વર્ષ સારૂ હોવાનો વરતારો કરવામાં આવ્યો છે.


કેવું રહેશે વર્ષ


હોળીના જ્વાળા પરથી વરતારો કરતાં લોકોના કહેવા મુજબ, આ વખતે હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ હતી. જે પ્રજા માટે સુખાકારીના સંકેત છે. ધન ધાન્ય અને ધંધામાં વૃદ્ધિ થશે. વરસાદ સારો રહેવાથી ખેતી માટે પણ ખુબ સારૃં વર્ષ એટલે કે સાડા ચૌદ આની વર્ષ રહેશે. સોળ આની એટલે ૧૦૦ ટકા એમ સાડા ચૌદ આની એટલે ૮૫ ટકા સફળતાનું વર્ષ છે. આગામી દિવસોમા મહામારીમાંથી પણ જલ્દી રાહત મળે તેવો વરતારો છે.


આ વર્ષે લોકોએ પણ હોળીની પૂજા કરતી વખતે પોતાની, પરિવારની અને દેશ દુનિયાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ખાસ કરીને કોરોનાને હોળીમાં દહન કરવા અર્ચના થઇ હતી. એ લોકોની પ્રાર્થના ક્યારે કબુલ થાય એ તો આગામી સમય જ નક્કી કરશે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે.  રવિવારે  2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા અને1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.


Surat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત આ શહેરમાં બની ચોંકાવનારી ઘટના, કોરોનાના દર્દીએ લખાવ્યું ખોટું સરનામું ને......


Holi 2021 Celebrations: Mehsanaના વોટરપાર્કમાં ડીજેના તાલે નાચી યુવતીઓ, જુઓ તસવીરો