BSNL પાસે હાલમાં 3G સર્વિસ ઉપલબ્ધ છે. ઉપરાંત, સરકારી કંપની ઝડપથી તેના 4G નેટવર્કને વિસ્તારવા પર કામ કરી રહી છે, જ્યારે તે જ સમયે Jio અને Airtel 5G નેટવર્ક ઓફર કરી રહ્યાં છે. જો કે, BSNL ને એક અદભૂત ડીલ મળી છે, જે સરકારી ટેલિકોમ કંપનીને નવજીવન આપી શકે છે. વાસ્તવમાં, ભારતીય સંચાર નિગમ લિમિટેડ કંપનીના મોબાઇલ ટાવરનો ઉપયોગ કરીને 5G સેવા આપવામાં આવશે. તેનાથી Jio અને Airtel કંપનીઓને ટક્કર મળશે. ઉપરાંત, મોબાઇલ યુઝર્સને પોસાય તેવા ભાવે હાઇ સ્પીડ ડેટા અને કોલિંગ સુવિધાઓ મળવાની અપેક્ષા છે.


આ શહેરોમાં પ્રથમ ટ્રાયલ કરાશે


સ્થાનિક ટેલિકોમ સ્ટાર્ટઅપ કંપની BSNL સાથે વાતચીત કરી રહી છે, જે BSNLના નેટવર્કનો ઉપયોગ કરીને 5G સેવા પ્રદાન કરવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપનીની ટ્રાયલ સર્વિસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ ટ્રાયલ એકથી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. આમાં નોન-પબ્લિક નેટવર્ક પર ફોકસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ શરૂઆતમાં BSNL હોલ્ડિંગ 700MHz બેન્ડનો ઉપયોગ કરવામાં આવશે. આ 5G ટ્રાયલ દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ જેવા સ્થળોએ હાથ ધરવામાં આવશે.


આ લોકેશન પર ટ્રાયલ થશે?


જ્યાં 5G ટ્રાયલ હાથ ધરવામાં આવનાર છે તેમાં દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈના લોકપ્રિય સ્થળોનો સમાવેશ થાય છે.


કનોટ પ્લેસ - દિલ્હી,


સરકારી ઇન્ડોર ઓફિસ - બેંગ્લોર


સરકારી કચેરી - બેંગ્લોર


સંચાર ભવન - દિલ્હી


જેએનયુ કેમ્પસ - દિલ્હી


IIT - દિલ્હી


ઈન્ડિયા હેબિટેટ સેન્ટર - દિલ્હી


સિલેક્ટેડ લોકેશન- ગુરુગ્રામ


IIT-હૈદરાબાદ


BSNL દ્વારા 5G ટ્રાયલને સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. આ માટે કંપની સ્પેક્ટ્રમ, ટાવર, બેટરી, પાવર સપ્લાય અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા તૈયાર છે. વોઈસ ઓફ ઈન્ડિયન કોમ્યુનિકેશન ટેક્નોલોજી એન્ટરપ્રાઈઝ (VoICE) અનુસાર, કંપની 5G ટ્રાયલને પબ્લિક યુઝ માટે આપવા તૈયાર છે. આ મામલે VoICE BSNLના CMD સાથે બેઠક કરી છે.


VoICE શું છે?


આ સ્વદેશી ટેલિકોમ કંપનીઓનો ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ છે. જેમાં ટાટા કન્સલ્ટન્સી એટલે કે TCS, તેજસ નેટવર્ક, VNL, યુનાઈટેડ ટેલિકોમ, કોરલ ટેલિકોમ અને HFCLનો સમાવેશ થાય છે. આ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ BSNL નેટવર્કનો ઉપયોગ કરીને 5G ટ્રાયલ કરવા જઈ રહ્યો છે.