Honor Smartphone India: સ્માર્ટફોનની દુનિયામાં નવી નવી કંપનીઓ પોતાની દમદાર પ્રૉડક્ટ્સ સાથે એન્ટ્રી કરી રહી છે, પરંતુ આનાથી સમાચાર ઉલ્ટા મળી રહ્યાં છે. ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ એક ટેક દિગ્ગજ ભારતીય માર્કેટમાં ફરીથી કમબેક કરી રહી છે, અને તે પોતાના દમદાર ફોનનું ધાંસૂ લૉન્ચિંગ કરવા તૈયાર છે. સ્માર્ટફોન બ્રાન્ડ Honor (Honor) ત્રણ વર્ષ બાદ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં રિએન્ટ્રી કરવા જઈ રહી છે. Realmeના ભૂતપૂર્વ CEO માધવ શેઠે  (Madhav Sheth) પણ આ સાહસમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. Honor Tech India એ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ફરી એન્ટ્રી કરવાના તેના ઈરાદાની ઓફિશિયલ જાહેરાત કરી છે. આના પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કંપની ફરીથી ભારતમાં પ્રવેશવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે કંપની ભારતમાં Honor 90 સ્માર્ટફોન સાથે શરૂઆત કરી શકે છે.


માધવ શેઠે ટ્વીટ કરીને આપી જાણકારી - 
રિપોર્ટ્સ અનુસાર, Honor એ આ મહિનાની શરૂઆતમાં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં કમબેક ફરવાનો સંકેત આપ્યો હતો. કંપની ત્રણ વર્ષથી વધુ સમય પછી દેશમાં પોતાની પ્રથમ પ્રૉડક્ટ્સ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. માધવ શેઠ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ જણાવે છે કે Honor સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે કારણ કે અમે Honor Tech સાથે ભવિષ્યને શક્તિ આપીએ છીએ તેમ આ અતુલ્ય પ્રવાસમાં અમારી સાથે જોડાઓ.


ઓનર 90 મૉડલ ભારતમાં કંપનીનું પહેલુ ડિવાઇસ - 
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં Honor એ Huaweiથી અલગ થયા પછી તરત જ ભારતમાંથી તેનું ઓપરેશન પાછું ખેંચી લીધું હતું. દરમિયાન PSAV ગ્લૉબલે ભારતમાં કંપનીના ઉત્પાદનો માટે વિતરક તરીકે કામ કર્યું. છેલ્લા ત્રણ વર્ષમાં ઓનર બ્રાન્ડ હેઠળ વેરેબલ, ટેબલેટ અને લેપટોપ લૉન્ચ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, Honor 90 મૉડલ ભારતમાં લૉન્ચ થનારી બ્રાન્ડનું પ્રથમ નવું ઉપકરણ હોવાની સંભાવના છે.


ઓનર 90ની સીધી ટક્કર -
પૉપ્યૂલર YouTube પર્સનાલિટી ગૌરવ ચૌધરીએ, જેને ટેકનિકલ ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સંકેત આપ્યો છે કે Honor 90 સપ્ટેમ્બરમાં ભારતીય ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં, ભારતમાં સ્માર્ટફોનની કિંમત વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. આ સ્માર્ટફોનની સીધી સ્પર્ધા Doogee V Max, Blackview BL8800 Pro, Google Pixel 7 5G, iQOO 9T 5G 256GB, OnePlus 7 Pro 256GB, Samsung Galaxy Note 9, Apple iPhone 12, OnePlus 11 અને અન્ય સ્માર્ટફોન્સ સાથે થશે.