Android ફોનથી કેવી રીતે બનાવશો પાસપોર્ટ સાઈઝની તસવીર
તમે તમારા એન્ડ્રોઈડ ફોનમાં સારી ક્વોલિટીની પાસપોર્ટ સાઈઝની તસવીર બનાવી શોસ છો. તેના માટે તમારે Play Storeથી પાસપોર્ટ સાઈઝ ફોટો એડિટર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લો અને કોઈપણ સાઈઝની તસવીર તૈયાર કરી શકાય છે.
1- પ્લે સ્ટોરથી પાસપોર્ટ સાઈઝ ફોટો એડિટર ડાઉનલોડ કરો. હવે એપને ઓપન કરો.
2- અહીં તમને 2 ઓપ્શન જોવા મળશે જેમાં તમે ગેલેરીથી તસવીર સિલેક્ટ કરી શકો છો અને એપ દ્વારા કેમેરાથી નવી તસવીર પણ ક્લિક કરી શકો ચો.
3- ફોટો સીલેક્ટ કર્યા બાદ તેને તમારે એડજસ્ટ કરવાનું રહેશે. તેના માટે તમારે નીચે Auto એડજસ્ટનું ઓપ્શન પણ પસંદ કરી શકો છો. તેનાથી તમારી તસવીર આપોઆપ એડજસ્ટ થઈ જશે.
4- હવે તમારે ઉપર Doneનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
5- Done પર ક્લિક કર્યા બાદ તમારે પાસપોર્ટ ફોટો સાઈઝ સિલેક્ટ કરવાની રહેશે.
6- જો તમને સાઈઝ ખબર ન હોય તો તમે અહીં તમારા દેશનું નામ સીલેક્ટ કરીને નીચે આપવામાં આવેલ યાદીમાંથી ભારતીય પાસપોર્ટ પર ક્લિક કરો.
7- હવે તમારે ફોટો સેટ કરવાનો રહેશે અને ઉપર Cropનાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
8- હવે તમારી પાસે એક પાસપોર્ટ સાઈઝ તસવીર આવી ગઈ છે. તમે ઇચ્છો તો નીચે આપેલ print multiple copies ઓપ્શન સીલેક્ટ કરી શકો છો. અહીં તમારે ફોટોની સંખ્યા સીલેક્ટ કરવાની રહેશે.
9- હવે ઉપર આપવામાં આવેલ Save ઓપ્શન પર ક્લિક કરો. તેને તમે PNG ફાઈલ તરીકે સેવ કરો.
10- હવે તમે કોઈપણ જરૂરી કામ માટે આ પાસપોર્ટ સાઈઝની તસવીરને સીલેક્ટ કરી શકો છો.
પાસપોર્ટ સાઈઝ ફોટો એડિટર
1- આ એપમાં અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે તમે તેમાં કલર લાઇટિંગ એન્ડ બેકગ્રાઉન્ડ કલર તમારી ઇચ્છા મુજબ સેટ કરી શકો છો.
2- પાસપોર્ટ સાઈઝ તસવીર બનાવવા માટે તમે તેમાં નવો ફોટો કેપ્ચર પણ કરી શકો છો અને ગેલેરીથી પણ ફોટો સિલેક્ટ કરી એડિટ કરી શકો છો.
3- તમે ઇચ્છો તો અલગ અલગ સાઈઝની તસવીર તૈયાર કરી શકો છો જેમ કે Visa Card, PAN Card, Id Card, water Card માટે ફોટો તૈયાર કરી શકો છો.
4- આ એપમાં તમે 15થી પણ વધારે ભાષાઓમાં ફોટો એડિટ કરી શકો છો.
5- આ એપને ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે.