Youtube Cheap Premium Subscription : જો તમે Youtube પર વિડિયો વચ્ચે વારંવાર દેખાતી જાહેરાતોથી કંટાળી ગયા છો અને તેમાંથી છૂટકારો મેળવવા માંગો છો તો આ માટે તમારે YouTube Premium સબસ્ક્રાઇબ કરવું પડશે.
મોંઘા પ્લાનને કારણે યુઝર્સ તેને ખરીદી શકતા નથી પરંતુ એક એવો રસ્તો છે જેના દ્વારા તમે ઓછી કિંમતે YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મેળવી શકો છો. અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સસ્તામાં YouTube Premiumનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. ચાલો તમને તેમના વિશે જણાવીએ.
સસ્તામાં YouTube પ્રીમિયમ કેવી રીતે મેળવવું
-સૌથી પહેલા યુઝર બ્રાઉઝર પર યુટ્યુબ પ્રીમિયમ સ્ટુડન્ટ સર્ચ કરો.
-તે પછી દેખાતા પ્રથમ YouTube પ્રીમિયમનું રિઝલ્ટ જોવા મળશે જેના પર ક્લિક કરો.
-ક્લિક કર્યા પછી ડાયરેક્ટ YouTube પેજ ખુલશે.
-ત્યાં તમને ઘણા પ્લાન જોવા મળશે જેના દ્વારા તમને જાહેરાતો દૂર કરવાનો વિકલ્પ મળશે.
-જાહેરાતોથી છૂટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારું સ્ટુડન્ટ આઇડી અપલોડ કરવું. પછી તમને એક મહિના માટે YouTube પ્રીમિયમ મફત મળશે.
-એટલું જ નહીં, સ્ટુડન્ટ આઈડી અપલોડ કર્યા બાદ યુઝરને આવતા મહિનાથી માત્ર 79 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે YouTube નો બેઝિક પ્લાન 129 રૂપિયામાં આવે છે.
YouTube નોટિફિકેશનથી મળશે છૂટકારો
જાહેરાતો સાથે યુઝર્સ યુટ્યુબ નોટિફિકેશનથી પણ પરેશાન છે. પરંતુ તમે અમુક સેટિંગ્સ બદલીને પણ આ સમસ્યાને ઠીક કરી શકો છો. સૌથી પહેલા યુટ્યુબના સેટિંગ્સ ઓપ્શન પર જાવ. તે પછી નોટિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમારી સામે આખુ લિસ્ટ ઓપન થશે. પછી અહીંથી તમે એક પછી એક તમામ નોટિફિકેશનના ટોગલ્સને બંધ કરી શકો છો.
અથવા તમે નોટિફિકેશન જોવા માટે સમય પણ સેટ કરી શકો છો. આ સાથે તમામ નોટિફિકેશન ફક્ત નિર્ધારિત સમયે જ યુઝર્સને આવશે. યુઝર્સ ઉપરના શિડ્યૂલ ડાયજેસ્ટને સક્ષમ કરીને સમય સેટ કરી શકે છે, ત્યારબાદ નોટિફિકેશન વારંવારના બદલે પસંદ કરેલા સમયે આવશે.