pan aadhar linking: કેન્દ્ર સરકારે લોકોને  રાહત આપતાં એક વખત ફરી આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની તારીખ વધારી દીધી છે. હવે 31 માર્ચ 2022 સુધીનો સમય આપ્યો છે. તેને લિંક કરવાની પ્રોસેસ સમજી લો


કેન્દ્ર સરકારે બે સૌથી મહત્વના દસ્તાવેજ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખને એકવાર ફરી લંબાવી છે. તેની ડેડલાઇન 6 મહિના સુધીની રાખવામાં આવી છે.  હવે આપ 31 માર્ચ 2022 સુધીમાં આ બંને મહત્વના ડોક્યુમેન્ટસને લિંક કરી શકો છો. તેના પહેલા તેની ડેડલાઇન  30 સપ્ટેમ્બર 2021એ ખતમ થઇ રહી હતી. આપ ઘરે બેઠા ઓનલાઇન પણ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો


આ રીતે  બંનેને  કરો લિંક
સો પ્રથમ આપને આવકવેરાની વેબસાઇટ પર જવું પડશે
આવક વેરાની વેબસાઇટ  (https://incometaxindia.gov.in) પર જાવ.
ત્યારબાદ ઇમ્પોર્ટેટ લિંક પર જઇને આધાર અને પેનને ક્લિક કરવાનું રહેશે 
ત્યારબાદ આવતા પોપઅપને પર યસ આપવું.
ત્યારબાદ એક નવી વિન્ડો આપની સામે ખુલ્લી જશે. જેમાં નામ, મોબાઇલ નંબર  પેન અને આઘાર નંબર ભરવાનો રહેશે, 
ત્યારબાદ આઘારમાં જન્મનું વર્ષ હોય તો તેમાં નિશાન લગાવો, 
કૈપ્ચા કોર્ડ નોધીને લિંક આઘાર કાર્ડ પર ક્લિક કરો.
આ આપનું પાન કાર્ડ આધાર સાથે લિંક થઇ જશે



લિંક ન કરવાથી શું થશે નુકસાન
પાનકાર્ડની જરૂરત  બેન્કનું ખાતું ખોલાવવા, બેન્કિંગ  ટ્રાન્જેકશન, મ્યુચુઅલ ફંડ ટ્રાજેકશન, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં પડે છે. જો આપે 31 માર્ચ 2022 સુધી પણ તેને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું તો 50.,000 કે તેનાથી વધુ બેન્કિંગ ટ્રાન્જિંકશન પર રોકાણકારોએ 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. આટલું જ નહીં જો આધારકાર્ડ અને પાનકાર્ડ બંને લિંક નહીં હોય તો બેન્ક દ્રારા ડબલ ડીટીએસ કપાઇ શકે છે. 


આ મુશ્કેલીનો કરવો પડી શકે છે સામનો
જો આજદિન સુધી આપે આ બે મહત્વના ડોક્યુમેન્ટસ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક નથી કરાવ્યાં તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 139AA હેઠળ  આપનું પાનકાર્ડ  આધાર સાથે લિંક ન થતાં પાન કાર્ડને ઇનવેલિડ પણ માનવામાં આવશે ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડ  લિંક ન હોવાથી આપ આઇટી રિર્ટન પણ ફાઇલ નહીં કરી શકો. આપનું ટેક્સ રિફંડ પણ ફસાઇ શકે છે.જો આપ આ પરેશાનીથી બચવા માંગતાં હો તો તરત જ આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરી દો. જે આપના માટે હિતાવહ અને સુવિધાપુર્ણ છે.