Aadhaar Card ને કરી શકો છો લૉક, ખૂબ જ સરળ છે ટ્રિક, નહી થાય ખોટો ઉપયોગ

How to Lock Aadhaar: કરોડો ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. એક અમેરિકન સાયબર સિક્યોરિટી ફર્મે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે

Continues below advertisement

How to Lock Aadhaar: કરોડો ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. એક અમેરિકન સાયબર સિક્યોરિટી ફર્મે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. જોકે, મામલો વધી જતાં હેકરે ફાઇલોને રિમુવ કરી દીધી છે. ડાર્ક વેબ પર હાજર આ ડેટામાં યુઝર્સના નામ, સરનામું, આધાર નંબર, ફોન નંબર અને અન્ય ઘણી વિગતો છે.

Continues below advertisement

જો તમને પણ લાગે છે કે કોઈ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકે છે, તો તમે તેને લોક કરી શકો છો. UIDAI યુઝર્સને તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણી સુવિધાઓ આપે છે. આમાંથી એક આધાર લોક કરવાનું છે. આ માટે તમારે માત્ર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારું આધાર કાર્ડ કેવી રીતે લોક કરી શકો છો.

આધાર કાર્ડ બાયોમેટ્રિક્સ કેવી રીતે લોક કરવું?

આધાર બાયોમેટ્રિક્સને લોક કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. આ માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમને My Aadhaar  સેક્શનમાં લોક આધારનો વિકલ્પ મળશે. આના પર ક્લિક કર્યા પછી તમારે લોગીન કરવું પડશે. લોગીન કર્યા પછી તમે સરળતાથી તમારું એકાઉન્ટ લોક કરી શકો છો.

આધાર લોક કરવાની પદ્ધતિ?

આધારને લોક કરતા પહેલા તમારે 16 ડિઝિટનું વર્ચ્યુઅલ આઈડી બનાવવું પડશે. કારણ કે માત્ર VIDની મદદથી તમે આધારને લોક કે અનલોક કરી શકો છો. આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માટે સૌ પ્રથમ તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/en/ પર જવું પડશે.

અહીં તમારે My Aadhaar ના વિકલ્પ પર જવું પડશે, જ્યાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે. આમાં તમારે Lock/unlock ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

VID જનરેટ કર્યા પછી તમારે આધારને લૉક કરવા માટે તમારું વર્ચ્યુઅલ ID, પૂરું નામ, PIN કોડ અને કૅપ્ચા દાખલ કરવો પડશે. આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.

તમે OTP દાખલ કરીને તમારા આધારને લોક કરી શકો છો. બાયોમેટ્રિક્સ અનલૉક કરવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. તમારે ફક્ત આધાર લોકને બદલે આધાર અનલોકનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમારે તમારી VID અને કેપ્ચા દાખલ કરીને OTP જનરેટ કરવો પડશે અને પછી આગળની પ્રક્રિયાને અનુસરો.

તેનો ફાયદો શું છે?

ધ્યાનમાં રાખો કે આધાર બાયોમેટ્રિક્સ લૉક સુવિધા ઓન કર્યા પછી કોઈ તમારા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી શકશે નહીં. આ ફીચર યુઝર્સની સુરક્ષા માટે ઉમેરવામાં આવ્યું છે. આધાર લોક સુવિધાની મદદથી તમે તમારા આધાર નંબરની જગ્યાએ કોઈની સાથે VID શેર કરી શકો છો. તેનાથી તમારો ડેટા સુરક્ષિત રહેશે.

Continues below advertisement
Sponsored Links by Taboola