WhatsApp વિશ્વભરમાં લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. ખાસ કરીને કોરોના મહામારી પછી WhatsApp નો ઉપયોગ સત્તાવાર અને શૈક્ષણિક હેતુઓ માટે મોટા પાયે થવા લાગ્યો છે. ઘણા શાળા-કોલેજ જૂથો અને ઓફિસ જૂથો પણ હવે WhatsApp ચેટનો ભાગ છે. આવી સ્થિતિમાં લોકો તેમના લેપટોપ પર WhatsApp વેબનો પણ ઘણો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું બને છે કે લેપટોપ પર WhatsApp વેબનો ઉપયોગ કરતી વખતે આપણે તેને ઓપન રાખી દઈએ છીએ અને લેપટોપ પણ અનલોક રહે છે. આવી સ્થિતિમાં કોઇ તમારી સંવેદનશીલ ચેટ્સ જોઇ જાય તેવો ડર રહે છે. એટલા માટે કંપની WhatsApp વેબમાં સ્ક્રીનને લોક કરવાનો વિકલ્પ આપે છે.
સ્ક્રીન લૉક ઇનેબલ કરવા પર 1 મિનિટ અથવા 15 મિનિટ જેવી સમયમર્યાદા પર આપમેળે લૉક થઈ જાય છે. આ માટે પાસવર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ વિકલ્પને ઇનેબલ કરવા માંગો છો તો ચાલો તમને તેની ટ્રિક જણાવીએ.
WhatsApp વેબમાં સ્ક્રીનને કેવી રીતે લોક કરવી
-સૌથી પહેલા તમારે WhatsApp વેબ ઓપન કરવાનું રહેશે.
-પછી તમારે સેટિંગ્સમાં જવું પડશે.
-ત્યારપછી તમારે સેટિંગ્સમાં પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
-આ વિકલ્પમાં તમને સ્ક્રીન લોકનો વિકલ્પ દેખાશે.
-અહીં ક્લિક કરીને તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
-પછી તમારે 1 મિનિટ, 15 મિનિટ અથવા 1 કલાકની સમયમર્યાદા નક્કી કરવી પડશે.
આ પછી પસંદ કરેલ સમય પછી WhatsApp વેબ આપમેળે લોક થઈ જશે અને તમારે તેને અનલોક કરવા માટે પાસવર્ડ દાખલ કરવો પડશે. નોંધનીય છે કે તમે તેને તરત જ લોક પણ કરી શકો છો. આ માટે તમારે ફક્ત સેટિંગ્સમાં જવાનું રહેશે અથવા તમને સ્ક્રીન લોક દેખાશે. તમારે ફક્ત તેના પર ક્લિક કરવું પડશે.