PDF: તમે પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ ફાઇલો વિશે સાંભળ્યું જ હશે અને જ્યારે પણ આપણે તેને ખોલીએ છીએ ત્યારે આપણે વારંવાર પાસવર્ડ નાખવો પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેના દ્વારા તમે ગૂગલ ક્રોમ, એન્ડ્રોઇડ અને આઇફોનની મદદથી પીડીએફમાં પાસવર્ડ સરળતાથી રિમૂવ કરી શકશો.
એન્ડ્રોઇડફોનમાંપીડીએફપાસવર્ડકેવીરીતેહટાવવો.
એન્ડ્રોઇડ ફોનમાં પાસવર્ડ રિમૂવ કરવા માટે તમારે પહેલા Google play storeમાંથી PDF utilities એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
-ગૂગલ પ્લે સ્ટોર પરથી PDF utilities ડાઉનલોડ કરો.
- PDF utilities એપ ઓપન કરો અને પીડીએફને સિલેક્ટ કરો અને Next બટન પર ટેપ કરો.
- ફાઇલ પસંદ કર્યા પછી સ્ટાર્ટ બટન પર ટેપ કરો.
-આ પછી તમારી સ્ક્રીન પર એક પોપઅપ દેખાશે જેમાં તમે પાસવર્ડ દાખલ કરો અને OK બટન પર ક્લિક કરો.
-આ પછી તમને મૂળ ફાઇલની બાજુમાં પાસવર્ડ વગરની PDF ફાઇલ જોવા મળશે.
iPhone માંકેવીરીતેહટાવશો PDF ફાઇલનોપાસવર્ડ
તમે iOS પર PDF માંથી પાસવર્ડ પણ હટાવી શકો છો. આ માટે તમારે PDF EXPERT નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં પાસવર્ડ રિમૂવલ ફીચર પેઈડ સબસ્ક્રિપ્શન સાથે આવે છે પરંતુ તમને તેમાં એક સપ્તાહની ફ્રી ટ્રાયલ મળે છે. તેની મદદથી તમે પીડીએફ ફાઇલમાંના તમામ પાસવર્ડ હટાવી શકો છો. પાસવર્ડ હટાવવા નીચેના સ્ટેપને ફોલો કરો.
-સૌથી પહેલા તમારા ફોનમાં PDF એક્સપર્ટ એપ ડાઉનલોડ કરો.
-તે પછી મેનૂ પર જાવ અને પીડીએફ ફાઇલ શોધો જેનો પાસવર્ડ તમે દૂર કરવા માંગો છો.
- Open file પર ક્લિક કરો અને પછી પીડીએફ ફાઇલનો પાસવર્ડ દાખલ કરો અને પીડીએફ ઓપન થયા પછી ટોપ રાઇટ કોર્નર પર બનેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
-ડોટ્સ પર ક્લિક કર્યા બાદ તમને Remove password અને Change passwordનો ઓપ્શન દેખાશે. હવે તમે તમારી અનુકૂળતા મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.
-આ પછી જો તમે પાસવર્ડ કાઢી નાખ્યો છે તો હવે તમને આ ફાઇલમાં પાસવર્ડ દેખાશે નહીં.
લેપટોપઅથવાપીસીપરગૂગલક્રોમનીમદદથીપીડીએફપાસવર્ડકેવીરીતેદૂરકરવો.
પીડીએફમાંથી પાસવર્ડ હટાવવા માટે અમે તમને અત્યાર સુધી જણાવેલી તમામ પદ્ધતિઓમાં આ પદ્ધતિ સૌથી સરળ છે. આ માટે તમારે પીસી અથવા મેકની જરૂર છે. તમે આ સ્ટેપનો ફોલો કરીને PDF ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરી શકો છો.
-સૌ પ્રથમ પીડીએફ ફાઇલ પસંદ કરો જેનો પાસવર્ડ તમે હટાવવા માંગો છો. તેને Google Chrome માં ઓપન કરો.
- જ્યારે તમે Chrome માં PDF ફાઇલ ઓપન કરો છો તો તેમાં તમારે તેને પહેલીવાર અનલોક કરવા માટે પાસવર્ડ દાખલ કરવો પડશે.
-પાસવર્ડ દાખલ કર્યા પછી તમારી પીડીએફ ફાઇલ અનલોક થઈ જશે. હવે તમારા કમ્પ્યુટર પર પ્રિન્ટ કમાન્ડ આપો.
-Mac યુઝર્સ માટે command + P કરવું પડશે. વિન્ડોઝ યુઝર્સે Ctrl + P દબાવવું પડશે.
-ત્યાર બાદ Save as PDF અને Save પર ક્લિક કરો.
-સેવ કર્યા પછી તમે પાસવર્ડ વગર પીડીએફ ફાઇલ ઓપન કરી શકશો.
-ક્રોમ સિવાય સફારી, ઓપેરા અને ફાયરફોક્સ પર પણ આ રીત કામ કરે છે.
