TCS Share Buyback: ટાટા ગ્રુપની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ (TCS) એ શેર બાયબેકની તારીખ જાહેર કરી છે. મંગળવારે, કંપનીએ જણાવ્યું હતું કે 17,000 કરોડના શેર બાયબેક 1 ડિસેમ્બરે ઓપન થશે અને તે 7 ડિસેમ્બરે બંધ થશે. આઇટી કંપની 4.09 કરોડ રૂપિયા સુધીની ઇક્વિટી 4,150 રૂપિયા પ્રતિ શેરના ભાવે પાછી લેશે જેનું કુલ મૂલ્ય 17,000 કરોડ રૂપિયા છે. ટાટા કંપનીના સપ્ટેમ્બરના પરિણામો આવ્યા બાદ 11 ઓક્ટોબરે બાયબેકનો ખુલાસો થયો હતો.


એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે શેર બાયબેકથી કંપનીને બિઝનેસમાં કોઈ નફો કે કમાણી નહીં થાય, પરંતુ રોકાણની માત્રામાં ઘટાડો થશે. કંપનીએ કહ્યું કે જો કંપની ઈચ્છતી હોત તો આ રકમ બીજે ક્યાંક રોકાણ કરીને પૈસા કમાઈ શકતી હતી. કંપની માને છે કે ટ્રાન્ઝેક્શન, ટેક્સ અને અન્ય ખર્ચ સહિત શેર બાયબેકનો કુલ ખર્ચ 17,000 કરોડથી વધુ નહીં થાય.


રોકાણકારો કેટલી કમાણી કરશે?


મંગળવારે TCSનો શેર NSE પર 0.47 ટકાના વધારા સાથે 3,473.30 પર બંધ થયો હતો, જ્યારે TCS  4,150ના ભાવે શેર બાયબેક કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપની વર્તમાન કિંમત કરતાં 19.5 ટકા વધુ પ્રીમિયમ પર રોકાણકારો પાસેથી તેના શેર ખરીદશે. આનો અર્થ એ છે કે રોકાણકારો દરેક શેર પર 19.5 ટકા વધુ કમાણી કરશે. કંપનીએ શેર ખરીદવાની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર નક્કી કરી છે.


શું છે શેર બાયબેક?


બાયબેક શબ્દ જ સ્પષ્ટ કરે છે કે 'પાછુ ખરીદવું'. શેરબજારની ભાષામાં તેનો અર્થ થાય છે પાછા ખરીદવું અથવા શેર પાછા લેવા. જ્યારે કોઈ કંપની નફામાં જાય છે ત્યારે તે રોકાણકારોને લાભ આપવા માટે શેર બાયબેક કરે છે, એટલે કે, તે રોકાણકારો પાસેથી શેર પાછા ખરીદે છે. કંપની શેરની વર્તમાન કિંમત કરતાં વધુ ચૂકવીને રોકાણકારો પાસેથી શેર પાછા લે છે જેના કારણે રોકાણકારોને લાભ મળે છે. કંપની નફો કરતી થાય ત્યારે જ શેર બાયબેક કરવામાં આવે છે.


ટીસીએસે ફેબ્રુઆરી 2017માં પ્રથમ વખત તેના શેર બાયબેક કર્યા હતા. TCS એ વર્તમાન કિંમત કરતાં લગભગ 18 ટકા પ્રીમિયમ પર 16,000 કરોડ શેર બાયબેક કર્યા હતા. આ પછી ઓક્ટોબર 2018માં 18 ટકા પ્રીમિયમ અને ઓક્ટોબર 2020માં 10 ટકા પ્રીમિયમ પર બે બાયબેક કરવામાં આવ્યા હતા. છેલ્લી વખત જાન્યુઆરી 2022 માં TCS એ 17 ટકા પ્રીમિયમ પર 18,000 કરોડ શેર પાછા લીધા હતા.