How to Restrict Youtube Adult Videos: કરોડો લોકો દરરોજ YouTube નો ઉપયોગ કરે છે. તેની ખાસ વાત એ છે કે અહીં વીડિયો કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકાય છે. YouTube પર દરેક પ્રકારની કન્ટેન્ટ ઉપલબ્ધ છે જે યૂઝર્સના અનુભવને બમણો આનંદ આપે છે. YouTube પર તમે તમારા મૂડ પ્રમાણે સંગીત, મૂવીઝ અને માહિતીપ્રદ વીડિયો જોઈ શકો છો. પરંતુ ઘણી વખત આ પ્લેટફોર્મ તમે કરેલા સર્ચ પ્રમાણે તમને વીડિયો પણ સજેસ્ટ કરે છે. જો તમારા યુટ્યુબ ફીડ પર એડલ્ટ કે અશ્લીલ વીડિયો આવી રહ્યો છે તો તમે તેને સરળતાથી રોકી શકો છો. આ માટે આપણે YouTube સેટિંગ્સમાં જઈને કેટલાક ફેરફારો કરવા પડશે. આવો, અમે તમને તેની પુરેપુરી પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ....


YouTube પર Restricted Mode ચાલૂ કે બંધ કઇ રીતે કરશો ? 
પ્રતિબંધિત મૉડ એ ઓપ્શનલ સેટિંગ છે જેનો તમે YouTube પર ઉપયોગ કરી શકો છો. આ સુવિધા સંભવતઃ પુખ્ત વયના વીડિયોને સ્ક્રીન કરવામાં મદદ કરી શકે છે જે તમે અથવા તમારા ઉપકરણનો ઉપયોગ કરતા અન્ય લોકો જોઈ શકશે નહીં. લાઇબ્રેરીઓ, યૂનિવર્સિટીઓ અને અન્ય સાર્વજનિક સંસ્થાઓના કૉમ્પ્યુટર્સ પર નેટવર્ક એડમિનિસ્ટ્રેટર દ્વારા પ્રતિબંધિત મૉડ સક્રિય કરવામાં આવે છે.


જો તમે માતાપિતા છો, તો તમે તમારા બાળકના એકાઉન્ટ માટે રિસ્ટ્રીક્ટેડ મૉડ ચાલુ કરી શકો છો. તમારું બાળક રિસ્ટ્રીક્ટેડ મોડ સેટિંગ્સ બદલી શકતું નથી જેમાં તેણે સાઇન ઇન કર્યું છે.


કઇ રીતે ઓન કરશો સેટિંગ્સ ? 
સૌથી પહેલા YouTube એપ ઓપન કરો
પછી પ્રૉફાઇલ આઇકૉન પર ક્લિક કરો
આ પછી તમારે સેટિંગ્સમાં જવું પડશે
અહીં તમારે જનરલ સેટિંગ્સમાં જવું પડશે
થોડુ નીચે ગયા પછી તમને Restricted Mode નો ઓપ્શન દેખાશે, જેને તમારે ઓન કરવાનો છે.
તેને ચાલુ કર્યા પછી, તમે બાળકો અથવા પરિવારના સભ્યોની સામે પણ આરામથી વીડિયો જોઈ શકો છો.