આપણે જ્યારે મેટ્રોમાં જઇએ ત્યારે મેટ્રો કાર્ડની મદદથી આપણો મોટાભાગનો સમય બચી જાય છે. મેટ્રો કાર્ડના કારણે ટોકન માટે લાઇનમાં નથી ઉભું રહેવું પડતું. જો આવું જ દરેક જગ્યાએ શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, બધે જ થઇ જાય તો કામ કેટલું સરળ થઇ જાય.
આવી જ એક ટેકનોલોજી વિશે જાણીએ. જેનું નામ NFC ટેકનોલોજી છે. તેની મદદથી આપ સ્માર્ટ ફોનને આપના બેન્ક કાર્ડમાં બદલી શકો છો અને પેમેન્ટ કરી શકો છો. આવો જાણીએ શું છે અને કેવી રીતે કરે છે કામ
શું છે NFC અને કેવી રીતે કરે છે કામ?
NFC એટલે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. તેમાં ઇલેક્ટોમૈગ્નેટિક રેડિયો ફિલ્ડ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં બે NFC ડિવાઇસ એકબીજાની નજીક લાવીને ડેટા ટ્રાન્સફર અથવા તો પેમેન્ટ કરી શકાય છે. NFC પેમેન્ટ માટે બે ડિવાઇસને એકબીજાની 3-4 ઇંચ નજીક રાખવાનું હોય છે.
બ્લૂટૂથની નથી પડતી જરૂરિયાત
NFCમાં બંને NFC ડિવાઇસ વીજળી અથવા બેટરી પર કામ કરતા હોય તે જરૂરી નથી. NFCના માધ્યમથી બે ડિવાઇસની વચ્ચે પેમેન્ટ ડિટેઇલ્સ સાથે ડેટા જેવા વીડિયો કોન્ટેક્ટ અને ફોટો ટ્રાન્સફર કરી શકાય છે. મહત્વની વાત એ છે કે તેના માટે બ્લૂટૂથની જરૂર નથી હોતી.
NFCથી આ રીતે કરો પેમેન્ટ
યુઝર્સને NFCવાળા સ્માર્ટફોનથી પેમેન્ટ કરવા માટે પહેલા NFCવાળા પેમેન્ટ એપ અને બેન્ક કાર્ડની જરૂર પડશે. આઇફોન સહિત લેટેસ્ટ સ્માર્ટફોન્સમાં NFC દ્વારા પેમેન્ટ કરી શકાય છે. NFC પેમેન્ટ માટે આપે એપ્પલ પેમાં બેન્ક અકાઉન્ટની ડિટેઇલ્સ એડ કરવાની રહેશે. આવું સૈમસંગ સાથે પણ થઇ શકે છે.