નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીએ માજા મુકી છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસના ભાવ ભડકે બળી રહ્યા છે અને તમામ વસ્તુના ભાવ વધ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ મોટાભાગના શહેરોમાં 90 રૂપિયા પહોંચી ગયો છે પરંતુ તેમ છતાં તેના પર ડ્યૂટી ઘટાડવના માટે મોદી સરકારે રાહત આપી નથી. ડ્યૂટી ન ઘટાડવાના કારણે સરકારની તિજોરી છલકાઈ ગઈ છે.


પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય, પરંતું તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે, સોમવારે સરકારે આ માહિતી આપી હતા. રાજ્ય કક્ષાનાં નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે એક પ્રશ્નનાં લેખિત જવાબમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર આવી તે પહેલા 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીથી 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીથી 42,881 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે, હાલનાં વર્ષ 2020-21નાં પહેલાનાં 10 મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ કલેક્સન વધીને 2.94 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.


પેટ્રોલ ડીઝલના ભાવમાં આવેલ આ માટો ઉછાળા માટે સૌથી મોટું કારણ ટેક્સ છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસુલે છે.  ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પર 16 માર્ચ 2021ની કિંમત મુજબ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેસ પ્રાઈઝ 33.26 રૂપિયા છે. ત્યાર બાદ તેના પર નૂર ભાડા પેટેટ 28 પૈસા પ્રતિ લિટર લાગે છે. ત્યાર બાદ ડીલર પાસે 33.54 રૂપિયામાં પહોંચે છે. ત્યાર બાદ તેના પર 32.90 એક્સાઈઝ ડ્યૂટી લાગે છે જે કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. 3.69 રૂપિયા ડીલરનું કમીશન લાગે છે અને 21.04 રૂપિયા વેટ લાગે છે જે રાજ્ય સરકાર વસુલે છે. આ બધુ મળીને એક લિટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા આવે છે. એટલે કે બેસ પ્રાઈઝના 168 ટકા અને રૂપિયામાં 54.75 રૂપિયા થાય છે.


મોટી વાત એ છે કે હાલમાં એક લિટર પેટ્રોલની જેટલી બેસ પ્રાઈઝ છે તેના કરતાં વધારે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે. જ્યારે વર્ષ 2014ની તુલનવામાં સરકારે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં 217 ટકાનો વધારો કર્યો છે.



પેટ્રોલ પર સૌથી વધારે પેટ વસુલે છે રાજસ્થાન

દેશમાં રાજસ્થાન પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસુલે છે. રાજસ્થાનમાં એક લિટર પેટ્રોલ પર 36 ટકા અને એક લિટર ડીઝલ પર 26 ટકા વેટ લાગે છે.

રાજસ્થાન બાદ મધ્ય પ્રદેશનો નંબર આવે છે

ત્યાર બાદ મધ્ય પ્રદેશનું સ્થાન છે. મધ્ય પ્રદેશમાં 33 ટકાની સાથે જ 4.5 રૂપિયા પ્રતિ લિટરનો ટેક્સ અને પેટ્રોલ પર એક ટકા સેસ લગાવવામાં આવે છે. ડીઝલ પર 23 ટકા અને ત્રણ રૂપિયા પ્રતિ લિટર તથા એક ટકા સેસ લાગે છે.