શું તમને સરકાર તરફથી કોઈ SMS મળ્યો છે જેમાં દરેકને તેમના ફોનમાં એક ચોક્કસ એપ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે? અમે M-Kavach 2 એપ વિશે વાત કરી રહ્યા છીએ, જેના વિશે સરકાર વિવિધ માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવી રહી છે. તમે M-Kavach 2 એપને સરકાર દ્ધારા બહાર પાડવામાં આવેલી એન્ટિવાયરસ એપ તરીકે વિચારી શકો છો, જે એક જ ક્લિકથી તમારા ફોન પરના તમામ જોખમોની જાણકારી આપશે. ચાલો આ એપ અને તેની ખાસ સુવિધાઓ વિશે વધુ જાણીએ જેથી તમે સાયબર ગુનેગારો અને હેકર્સથી પોતાને સુરક્ષિત રાખી શકો.

Continues below advertisement

M-Kavach 2 એપ શું છે?

M-Kavach એપ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી હતી. આ એપ સ્માર્ટફોનને ડેટા ચોરી, વાયરસ, હેકિંગ અને અનધિકૃત ઍક્સેસથી બચાવવા માટે બનાવવામાં આવી છે. તમે તેને એક એન્ટીવાયરસ એપ તરીકે વિચારી શકો છો, જે એક જ ક્લિકથી આખા ફોનને સ્કેન કરે છે અને તેની બધી નબળાઈઓ તમને રિપોર્ટના રૂપમાં રજૂ કરે છે. એપના અસંખ્ય ફીચર્સ  તેને એક ઓલ-ઇન-વન મોબાઇલ સુરક્ષા ઉકેલ બનાવે છે. ચાલો તેની કેટલીક મુખ્ય સુવિધાઓનું અન્વેષણ કરીએ.

Continues below advertisement

થ્રેટ એનાલાઇઝરM-Kavach 2 એપ થ્રેટ એનાલાઇઝર નામની ખૂબ જ ઉપયોગી સુવિધા પ્રદાન કરે છે. તે તમને મશીન-લર્નિંગનો ઉપયોગ કરીને તમારા ફોન અને સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરેલી સંભવિત ખતરનાક એપ્લિકેશનોને ઓળખવામાં મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ એપ્લિકેશન તમારા ફોન પર અનધિકૃત સ્ત્રોતમાંથી ઇન્સ્ટોલ કરેલી હોય અને બિનજરૂરી પરવાનગીઓનો ઉપયોગ કરતી હોય, તો તમને એક ચેતવણી પ્રાપ્ત થશે.

સિક્યોરિટી એડવાઈઝરઆ એપ્લિકેશનનું બીજું મુખ્ય ફીચર્સ તમને તમારા આખા ફોનની સુરક્ષા સ્થિતિ એક જ જગ્યાએ તપાસવાની મંજૂરી આપે છે. તે તમને જણાવે છે કે તમારો ફોન રૂટ થયેલ છે કે નહીં, USB ડિબગીંગ ચાલુ છે કે નહીં, તમારા હોટસ્પોટ અને Wi-Fi કનેક્શન સુરક્ષિત છે કે નહીં, વગેરે.

હિડન એપ્સ

આ ફીચર્સ તમને તે નક્કી કરવા દે છે કે તમારા ફોનમાં કોઈ હિ઼ડન એપ્સ તો નથી ને. વધુમાં, તે બધી અસ્તિત્વમાં રહેલી એપ્લિકેશનોનું વિશ્લેષણ કરે છે જેથી તેઓ કયા સંભવિત ખતરાને ઉભો કરે છે તે નક્કી કરી શકે. તે તમને ચેતવણી પણ આપે છે કે શું કોઈ એપ્લિકેશનો તમારી પરવાનગી વિના ચાલી રહી છે અથવા સિસ્ટમમાં છુપાયેલી છે.

એપ આંકડા

આ ફીચર્સ તમને તમારા ફોનની એપ્લિકેશનો વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે, જેમ કે કઈ એપ્લિકેશનો થોડા સમયથી અપડેટ કરવામાં આવી નથી અથવા જેણે ડેટા/પ્રવૃત્તિમાં અચાનક વધારો કર્યો છે.

એડવેર સ્કેનરઆ સુવિધા સાથે તમે તમારા ફોન પરની બધી એપ્લિકેશનોને સ્કેન કરી શકો છો કે તેમાં એડવેર છે કે નહીં. આ સુવિધા તમારા ફોનને અનિચ્છનીય જાહેરાતો અથવા યુઝર્સ ડેટા લીકથી સુરક્ષિત કરે છે.