નવી દિલ્હી: દેશ આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરવા જઈ રહ્યો છે. દેશની એપ ઈકોસિસ્ટમ પર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરને ટક્કર આપવા માટે જલ્દીજ પોતાનું એપ સ્ટોર આવી શકે છે. ભારતના એપ ડેવલપર્સ અને બિઝનેસમેન્સે દેસી એપ સ્ટોર તૈયાર કરવાની ડિમાન્ડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર તેના પર વિચાર કરી રહી છે. હાલમાં જ પીટીએમને ગૂગલ પરથી હટાવી દેવામાં આવી હતી, જેના બાદ આ માંગ તેજ થઈ ગઈ છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર પર જણાવ્યું કે, ભારતીય એપ ડેવલપર્સના સૂચનો સારા લાગ્યા છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત એપ ઈકોસિસ્ટમ તૈયાર કતરવા માટે ઈન્ડિયન એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવું જોઈએ.
જો કે, એક દેસી એપ સ્ટોર અગાઉથીજ છે. જેના પર હાલમાં માત્ર સરકારી એપ્સ જેવી કેસ ઉમંગ, આરોગ્ય સેતુ અને ડિજિલોકર જ અવેલેબલ છે. રિપોર્ટ અનુસાર શરુઆત કરવા માટે તેને એક્સપેડ કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર સાથે ઓપ્શનલ એપ સ્ટોર પણ પ્રી લોડ મળી શકે તેના માટે જરૂરી છે કે, સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ માટે એક પોલીસી બનાવવામાં આવે.
આત્મનિર્ભર ભારત: ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરને ટક્કર આપવા આવી રહી છે દેસી પ્લે સ્ટોર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2020 04:13 PM (IST)
ભારતના એપ ડેવલપર્સ અને બિઝનેસમેન્સે દેસી એપ સ્ટોર તૈયાર કરવાની ડિમાન્ડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર તેના પર વિચાર કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -