દાહોદઃ ભાજપના નેતા અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર ફાયરિંગ થયું છે. ધાનપુરના સજોઇ ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરીંગમાં યુવકને માથાના ભાગે ઇજા થઈ છે.

નોંધનીય છે કે, રાત્રીના સમયે વોકિંગમા નીકળ્યા હતા ત્યારે ફાયરિંગની ઘટના બની હતી. અમારા ગામમાં કેમો આવો છો? તેમ કહી યુવકે ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બચુભાઈ ખાબડ રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી છે.