Instagram Parental Supervision Tool: હવે માતા-પિતા (Parents) સોશ્યલ મીડિયા (Social Media) પર પોતાના બાળકોનુ ધ્યાન રાખી શકશે. ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) ની કંપની મેટા (Meta) એ એક પેરેન્ટલ સુપરવિઝન ટૂલ (Parental Supervision Tool) અને ફેમિલી સેન્ટર (Family centre) પ્રૉગ્રામને લૉન્ચ કર્યો છે, જેના દ્વારા માં-બાપ પોતાના બાળકોની સોશ્યલ મીડિયા પર સુરક્ષા નક્કી કરી શકશે. આની સાથે જ બાળકો સાઇટ પર કેટલો સમય વિતાવે છે, તેની પણ માં-બાપને જાણ થશે અને તેને મેનેજ કરી શકશે. 


આના વિશે જાણકારી આપતા કંપનીના એક અધિકારીએ બુધવારે બતાવ્યુ, મેટા માતા-પિતા અને અભિભાવકોની સાથે મળીને કામ કરી રહ્યુ છે, અને ડિજીટ સેવાઓ વિશે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. ફેસબુક ઇન્ડિયા (મેટા), ઇન્સ્ટાગ્રામની પલ્બિક પૉલીસીની હેડ નતાશા જોગે બતાવ્યુ કે તાજેતરના જ કેટલાક વર્ષોમાં અમે ઉંમર પ્રમાણે ફિચર્સ અને સુવિધાઓ આપી છે, જેમાં યુવાઓને પોતાને પોતાનો અભુભવ વધારવામાં મદદ મળી છે. 


ટાઇમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે માતા-પિતા - 
નતાશા જોગે આગળ બતાવ્યુ કે સોશ્યલ મીડિયા બાળકો કોઇ ખરાબ વસ્તુઓનો ઉપયોગ ના કરે એટલા માટે ઇન્સ્ટાગ્રામ પર અમે પેરેન્ટલ સુપરવિઝન ટૂલ લૉન્ચ કર્યુ છે, જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકો પર નજર રાખી શકશે. સાથે જ તેનો ટાઇમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે. એટલુ જ નહીં તેમના એકાઉન્ટને એક્સેસ કરી શકશે, જો બાળકો ઇન્સ્ટાગ્રામ પર કોઇ ફરિયાદ કરે છે, તો માતા-પિતા અને અભિભાવકોને નૉટિફિકેશન મળી જશે. 


એક એપ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ - 
આની સાથે જ મેટા (Meta) હવે યૂઝર્સને એક બીજી સુવિધા આપવા જઇ રહ્યું છે, જેના દ્વારા ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) એક જ એપ પર યૂઝ કરી શકાશે. કહેવાનો અર્થ એ છે કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને યૂઝ કરવા માટે અલગ અલગ એપ (App) ની જરૂર નહીં પડે. આને લઇને મેટા (Meta) એ ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. કેટલાક યૂઝર્સને ફેસબુક સ્ટેટસ (Facebook Status) શેર કરવાની એકસાથે ઇન્સ્ટાગ્રામ પર પણ શેર (Share) કરવાનો ઓપ્શન દેખાઇ રહ્યો છે. ટેસ્ટિંગ બાદ આ ફિચરને રિલીઝ કરી દેવામા આવશે.