Dwarka Murder : ભાણવડ તાલુકાના રાણપર ગામમા મર્ડરની ઘટના સામે આવી છે. સગા સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. જેમાં સાળાએ કુહાડીના ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી છે. અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ. પોલીસે પંચનામા સહિતની કામગીરી હાથ ધરી છે. પારિવારીક ઝઘડામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. 


સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે સાંજે સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં  પોલાભાઈ સાદીયાની તેમના જ સાળા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. પરિવારની એક મહિલા વચ્ચે પડતા તે પણ ઈજાગ્રસ્ત થઇ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હત્યા પછી આરોપી ફરાર થઈ ગયા હતા.



Gujarat Crime : ઉંઝામાં ભાગવાનો ઇનકાર કરતાં યુવકે સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, કડીમાં 7 વર્ષીય બાળકી સાથે અડપલા
મહેસાણાઃ ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થયું છે. કિશોરીના ઘરમાં પ્રવેશી દુષ્કર્મ આચર્યું હતું. જોડે ભાગી જવા દબાણ કરી કિશોરી ઉપર દુષ્કર્મ. કિશોરીએ ભાગી જવાનો ઇનકાર કરતા જબરદસ્તી આચર્યું દુષ્કર્મ. શખ્સ સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 


કડીમાં 7 વર્ષીય બાળકી જાતીય સતામણીનો ભોગ બની છે. મૂળ હરિયાણાના અને હાલ કડીમાં રહેતા શખ્સે આ કૃત્ય આચર્યું છે. છેલ્લા 1 વર્ષથી 7 વર્ષીય બાળકીના કપડાં ઉતારી શારીરિક અડપલાં કરતો હતો. બાળકીને મારી નાખવાની ધમકી આપી કરવામાં આવતા હતા અડપલાં. મિત્તલ લોકેશકુમાર ઉર્ફે લકી મુરલીધર સામે નોંધાઇ પોસ્કો અંતર્ગત કડી પોલીસ મથકે ફરિયાદ.


AC Blast : મહેસાણાના પલીયડમાં એસી ફાટતાં પિતા-પુત્રનું મોત, જાણો સંપૂર્ણ વિગત


AC Blast :  મહેસાણાના પલીયડ ગામમાં રુમમાં એસી ફાટતા 2 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત બાળક અને પિતા બંન્નેને અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા.  સિવિલમાં બન્સ વોર્ડમાં રખાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. પિતા પુત્ર બંને 90 ટકાથી ઉપર સળગી ગયા હતા.