Instagram Channel feature: Metaએ Instagram માટે ચેનલ ફિચરને ગ્લૉબલી રૉલઆઉટ કરી દીધુ છે, એટલે કે હવે કોઈપણ વ્યક્તિ પોતાના મનપસંદ ક્રિએટરની ચેનલ સાથે જોડાઈને આ ફિચર દ્વારા ડેઇલી અપડેટ મેળવી શકે છે. મેટાએ ફેબ્રુઆરીમાં કેટલાક સિલેક્ટેડ યૂઝર્સ માટે ચેનલ ફિચર લાઈવ કર્યું હતું, જેના દ્વારા તેઓ તેમના ફૉલોઅર્સને વીડિયો, ફોટો અને નવા અપડેટ મોકલી શકતા હતા. જોકે, હવે આ સુવિધા દરેક માટે લાઇવ છે અને ક્રિએટર બ્રૉડકાસ્ટ ચેનલોનો સાર્વજનિક વન ટૂ મેની મેસેજિંગ ટૂલ તરીકે ઉપયોગ કરી શકશે.
ચેનલ ફિચરની મદદથી ક્રિએટર્સ તેમના તમામ ફોલોઅર્સને આમંત્રિત કરી શકશે તેમજ ટેક્સ્ટ, ઈમેજીસ અને વીડિયો અપડેટ્સ શેર કરી શકશે, એટલુ જ નહી, ક્રિએટર્સ ચેનલમાં વૉઈસ નૉટ્સ પણ બનાવી શકે છે અને ફૉલોઅર્સ પાસેથી ફીડબેક મેળવવા માટે વૉટિંગના સવાલો પણ બનાવી શકે છે. ધ્યાન આપો કે, ચેનલ સુવિધામાં ફક્ત ક્રિએટર જ પૉસ્ટ કરી શકે છે, અને બાકીના દરેક જણ ફક્ત મેસેજોને જોઈ શકશે અને વૉટિંગના પ્રશ્નો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી શકશે.
કઇ રીતે કામ કરશે ?
ક્રિએટર માટે ચેનલ ફિચર અવેલેબલ થતાં જ પહેલો મેસેજ મોકલવા પર ક્રિએટરના ફોલોઅર્સને એક નૉટિફિકેશન મળશે જેના દ્વારા તેઓે ચેનલમાં એડ કરી શકાશે. કોઈપણ યૂઝર ક્રિએટરની ચેનલ જોઈ અને સર્ચ કરી શકે છે, પરંતુ જે લોકોએ તેને ફૉલો કર્યા છે તેમને જ ચેનલની અંદર આવતા મેસેજની અપડેટ મળશે. ફોલોઅર્સ પાસે ચેનલને મ્યૂટ કરવાનો અથવા અપડેટ્સ માટે સેટિંગ્સ બદલવાનો ઓપ્શન પણ હશે.
ચેનલ જૉઇન ક્યાંથી કરવી ?
કોઈપણ ક્રિએટરની ચેનલમાં જોડાવવા માટે તમારે તેની પ્રૉફાઇલ અથવા સ્ટૉરીની વિઝીટ કરવી પડશે. જે લોકો પહેલાથી જ ક્રિએટરના ફોલોઅર્સ છે તેમને નૉન-ફિક્શન ચેનલ બનાવતાની સાથે જ તે મળી જશે અને તેઓ સરળતાથી ચેનલમાં એડ થઇ શકે છે.