Instagram Down, દુનિયાભરમાં ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ ડાઉન થયાના સમાચાર સામે આવ્યા છે. દુનિયાભરમાં કેટલાય યૂઝર્સ Instagram Down થઇ ગયુ હોવાનો દાવો કરી રહ્યાં છે, કેટલાય યૂઝર્સે આની ફરિયાદ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર કરી રહી છે. લોકોનું કહેવુ છે કે, તેઓ છેલ્લા એક કલાકથી વધુ સમયથી ઇન્સ્ટાગ્રામ પર કોઇ મેસેજ નથી મોકલી શકતા, કેટલાય યૂઝર્સના Instagram DM કે ડાયરેક્કટ મેસેજ કામ નથી કરી રહ્યું. લોકો મેસેજ મોકલી રહ્યાં છે, તો સેન્ડિંગ લખીને આવી રહ્યુ છે, એટલે કે મેસેજની ડિલીવરી નથી થઇ શકતી. જોકે, આ બધા યૂઝર્સ માટે ડાઉન નથી થયુ. 


Instagram Downને લઇને DownDetectorની વેબસાઇટ પર પણ રિપોર્ટ કરવામા આવ્યો છે. આમાં મોટાભાગના લોકો આજે બપોરે 12 વાગ્યા પછી ડાઉનની ફરિયાદ કરી રહ્યાં છે. ટ્વીટર પર કેટલાય લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે તેમનુ ઇન્સ્ટાગ્રામ કામ નથી કરી રહ્યું. 






Instagram ડાઉનલ પર એક ટ્વીટર યૂઝરે લખ્યું- આ માત્ર હુ છું જે Instagram DM યૂઝ નથી કરી શકતો. જ્યારે બીજાએ લખ્યું- એવુ બની રહ્યું છે કે શું માત્ર Instagram DM કામ નથી કરી રહ્યું પરંતુ એપ ઠીક ચાલી રહી છે. 






જોકે આના પર હાલમાં ઇન્સ્ટાગ્રામ તરફથી કોઇ જાણકારી સામે નથી આવી. ઇન્સ્ટાગ્રામ ડીએમને ડાઉન થયે લગભગ 1 કલાકથી વધુનો સમય થઇ ગયો છે.