Instagram new Feature: વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સમયાંતરે નવા ફિચર્સ રજૂ કરતી રહે છે. મેટા હવે ઇન્સ્ટાગ્રામમાં સમાન સુવિધા પ્રદાન કરવા જઈ રહ્યું છે, જે પહેલાથી જ WhatsAppમાં હાજર છે. આ ફિચર સામે આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલનાર વ્યક્તિને ખબર નહીં પડે કે તમે ઈન્સ્ટાગ્રામ પર તેનો મેસેજ વાંચ્યો છે કે નહીં. જો તમે પણ આ ફિચર વિશે જાણવા માગો છો અને તેને તમારા એકાઉન્ટમાં એક્ટિવેટ કરવા માંગો છો, તો અહીં અમે તમને Instagram ના આ ફિચર વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. ચાલો તેના વિશે બધું જાણીએ.


'રીડ રિસીપ્ટ' ફિચરથી કઇ રીતે થશે ફાયદો 
ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં 'રીડ રિસિપ્ટ' રૉલઆઉટ થવા જઈ રહી છે, આ ફિચર ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મળતા ડાયરેક્ટ મેસેજ પર કામ કરશે. તમને જણાવી દઈએ કે 'રીડ રિસિપ્ટ' મેસેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને કોઈને જાણ કર્યા વિના મોકલેલા મેસેજ વાંચવાની મંજૂરી આપવામાં આવશે. આ ફિચર વૉટ્સએપ પર પહેલાથી જ અવેલેબલ છે. જેમાં વૉટ્સએપ 'રીડ રિસિપ્ટ' ફિચર એક્ટિવેટ થાય ત્યારે મેસેજ વાંચવા છતાં બ્લૂ ટિક દેખાતું નથી.


ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મૉસેરીએ પોતાની બ્રૉડકાસ્ટ ચેનલ પર એક મેસેજમાં આ ફિચરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કંપની એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે જે યૂઝર્સને તેમના ડાયરેક્ટ મેસેજ (DMs) માં 'રીડ રિસિપ્ટ્સ' ઓપ્શનને બંધ કરવાની મંજૂરી આપશે. જો કે, જો કોઈ યૂઝર્સને ખાતરી કરવા માંગે છે કે મોકલનારને ખબર છે કે મેસેજ વાંચવામાં આવ્યો છે, તો તેઓ રીડ રિસીપ્ટ ચાલુ કરી શકે છે.


ક્યારે થશે લૉન્ચ ?
મૉસેરીએ એપનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં આ ફિચર બતાવવામાં આવ્યું છે. આ સ્ક્રીનશૉટ બતાવે છે કે Instagram પણ તેના મેનુને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે. તેઓએ લૉન્ચની તારીખ જાહેર કરી નથી. જ્યારે આ સુવિધા ઉપલબ્ધ થશે, ત્યારે યૂઝર્સે તેને Instagramના ગોપનીયતા સેટિંગ્સમાં શોધી શકશે.