Bhavnagar News: ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું પોલીસ મથક વિવાદોથી ઘેરાયું છે જેને લઈને અનેક સવાલો પોલીસ પર ઊભા થઈ રહ્યા છે. સિહોર પોલીસ દ્વારા કરવામાં આવતી કન્નડગત અને નિર્દોષ વ્યક્તિને મારવામાં આવી રહ્યા છે જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ પોલીસ સામે ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે જેનો વિડીયો વાયરલ થયો છે. આમ પોલીસ દ્વારા કરવામાં આવતી પરેશાનીને લઈને આજે સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે એકઠી થઈ હતી.
પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે
રાજ્યમાં પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે પરંતુ ભાવનગરનું સિહોર પોલીસ મથક કે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેનું કારણ એ છે કે સિહોર પોલીસના વિડીયો વાયરલ થયા છે જેને લઈને સિહોર પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટાણા રોડ પર આવેલ ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે.
રણજીતસિંહ પરમારને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો
આ સાથે જ અન્ય એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ દ્વારા ટાણા રોડ પર આવેલ દુકાન લારી હટાવવા માટે પહોંચી હતી જ્યાં પોલીસ દ્વારા માર મારવામાં આવતા તેમનો ભાઈ વચ્ચે પડતા પોલીસે રણજીતસિંહ પરમારને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. હાલ તે ઇજાગ્રસ્ત વ્યક્તિ ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે. આ મામલાને લઈને શિહોરના દુકાનદારો અને સ્થાનિકો આજે સિહોર પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આ બાબતે તેઓએ અરજી આપીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે સિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ પર જ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે કે જેમના દ્વારા દાદાગીરી કરીને માર મારવામાં આવ્યો હતો જેને લઇને સમગ્ર મામલો છે તે ચર્ચામાં આવ્યો હતો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial