Instagram Update : દુનિયાની મોટી ટેક દિગ્ગજ મેટાએ Instagramમાં એક નવું અને લેટેલ્ટ ફિચર એડ કર્યુ છે. અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને પ્રૉફાઇલમાં માત્ર એક લિન્ક એડ કરવાની સુવિધા આપતું હતુ. જે યૂઝર્સ પ્રૉફાઇલમાં જે લોકો વધુ લિન્ક એડ કરવા માંગતા હતા, તેમને થર્ડ પાર્ટી એપનો સહારો લેવો પડતો હતો. જોકે, હવે Instagramના નવા ફિચરના આવ્યા બાદ યૂઝર્સને કોઈપણ થર્ડ પાર્ટી એપ પર આધાર રાખવો પડશે નહીં. નવી ફેસિલિટી યૂઝર્સને તેમની Instagram પ્રૉફાઇલ્સમાં પાંચ લિંક્સ એડ કરવાની મંજૂરી આપશે. જાણો આ ફિચરની ડિટેલ્સ શું છે, અને આને કઇ રીતે યૂઝ કરી શકાય છે.
ઇન્સ્ટાગ્રામે રૉલઆઉટ કર્યુ નવું ફિચર -
નવા ફિચરની જાહેરાત ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagramએ પોતાના અધિકારિક એકાઉન્ટના માધ્યમથી કરી છે. ઇન્સ્ટાગ્રામે લખ્યું, 'હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ બાયૉમાં વધુમાં વધુ 5 લિંક્સ એડ કરી શકો છો.' જો તમે તમારી પ્રૉફાઇલના બાયૉમાં એક કરતાં વધુ લિન્ક એડ કરવા માંગતા હોય તો અહીં આ માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ.
એન્ડ્રોઇડ એપ પર પોતાની પ્રૉફાઇલમાં ઘણીબધી લિન્ક કઇ રીતે એડ કરશો ?
પોતાના Android સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ ઓપન કરો.
પોતાની પ્રૉફાઇલ પર જવા માટે નીચે જમણી બાજુ અને પ્રૉફાઇલ આઇકૉન પર ટેપ કરો.
સ્ક્રીનની ટૉપ પર એડિટ પ્રૉફાલ ટેપ કરો.
લિન્ક પર ટેપ કરો, પછી પોતાની વેબસાઇટ માટે URL એડ કરવા માટે Add External Links પર ટેપ કરો.
Accept પર ટેપ કરો.
પછી પોતાના ફેરફારોને સેવ કરવા માટે એકવાર ફરીથી accept પર ટેપ કરો.
iOS એપ પર પોતાની પ્રૉફાઇલ બાયૉમાં ઘણીબધી લિન્ક કઇ રીતે જોડશો ?
પોતાના iPhone પર Instagram ખોલો.
નીચે જમણા ખુણામાં પોતાની પ્રૉફાઇલ આઇકૉન પર ટેપ કરો.
સ્ક્રીનની ટૉપ પર edit profile પર ટેપ કરો.
હવે લિન્ક પર ટેપ કરો, પછી પોતાની વેબસાઇટ માટે URL એડ કરવા માટે Add External Links પર ટેપ કરો.
Done પર ટેપ કરો, પછી પોતાના ફેરફારોને સેવ કરવા માટે એકવાર ફરીથી Done પર ટેપ કરો.