Jos Buttler: IPLની આ સિઝનમાં હવે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ વધુ રોમાંચક બની રહી છે. IPL 2022નો ઓરેન્જ કેપ વિજેતા જૉસ બટલર પણ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. બુધવારે (19 એપ્રિલ) રાત્રે બટલરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમેલી 40 રનની ઇનિંગ્સના કારણે તે આ આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તે આ સિઝનની ઓરેન્જ કેપ હાંસલ કરવાથી માત્ર 16 રન દુર છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં IPL 2023ની ઓરેન્જ કેપ RCB કેપ્ટન ફાફ ડુપ્લેસીસના માથા પર છે. આ સિઝનમાં તેને 259 રન ફટકારી દીધા છે. 


ડુપ્લેસીસને ઓરેન્જ કેપની આ રેસમા બટલર ઉપરાંત વેન્કેટેશ અય્યર, શિખર ધવન, અને શુભમન ગીલ પણ જોરદાર પડકાર આપી રહ્યાં છે. આ તમામ બેટ્સમેનોએ આ સિઝનમાં 225+ રન બનાવી ચૂક્યા છે. જુઓ અહીં યાદી..... 


માર્ક વૂડના માથે છે પર્પલ કેપ - 
યુઝવેન્દ્ર ચહલ અને રાશિદ ખાન સાથે લખનઉ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બૉલર માર્ક વૂડ IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર છે. આ ત્રણ બૉલરોએ અત્યાર સુધીમાં 11-11 વિકેટ ઝડપી છે. ચહલ અને રાશિદની સરખામણીમાં માર્ક વૂડે ઓછી મેચ રમીને આટલી વિકેટો ઝડપવામાં સફળ રહ્યો છે. ખાસ વાત છે કે, ચહલ ગઇ આઇપીએલ સિઝનનો પર્પલ કેપ વિજેતા છે. અહીં આ બૉલરોને મોહમ્મદ શમી અને તુષાર દેશપાંડેથી પણ જોરદાર ટક્કર મળી રહી છે.


આ ખેલાડીઓ પણ છે રેસમાં - 
ઓરેન્જ કેપ માટે ડેવિડ વૉર્નર, વિરાટ કોહલી, કાઇલી મેયર્સ, તિલક વર્મા, અને ઋતુરાજ ગાયકવાડ પણ આ રેસમાં છે. આ તમામ બેટ્સમેનોએ 200થી વધુ રન બનાવ્યા છે. બીજીબાજુ આર અશ્વિન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ પણ પર્પલ કેપ જીતવાની રેસમાં છે. આ ચાર બૉલરોએ આ સિઝનમાં 8-8 વિકેટ ઝડપી ચૂક્યા છે.