Instagram : આ ફીચરથી ઇન્સ્ટાગ્રામ પર સિક્યોર કરી શકશો પોતાની પ્રાઇવેસી, જાણો કેવી રીતે કરશો યુઝ

Instagram : અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સની જાણ વગર ડેટા લેવામાં આવતો હતો

Continues below advertisement

Instagram: Meta એ Instagram યુઝર્સની પ્રાઇવેસી જાળવી રાખવા માટે એક્ટિવિટી ઑફ ફીચર લોન્ચ કર્યું છે, જેના પછી હવે Instagram યુઝર્સ કોઈપણ અન્ય વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તેમની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયાને બ્લોક કરી શકે છે. નોંધનીય છે કે કંપનીઓ આ માહિતીનો ઉપયોગ યુઝર્સની જરૂરિયાત મુજબ જાહેરાતો અને માહિતી આપવા માટે કરે છે. એક રીતે આ આક્રમક માર્કેટિંગની પદ્ધતિ છે. જેમાં કૂકીઝની મદદથી યુઝર્સની સર્ચ હિસ્ટ્રી ટ્રેક કરવામાં આવે છે અને તેમની પસંદ-નાપસંદનો અંદાજ લગાવવામાં આવે છે.                                

Continues below advertisement

ડેટા લેતા પહેલા પરવાનગી લેવી પડશે 

અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સની જાણ વગર ડેટા લેવામાં આવતો હતો પરંતુ ઈન્સ્ટાગ્રામના નવા ફીચર એક્ટિવીટી ઓફ મેટા ફીચર આવવાથી યુઝર્સની કોઈપણ માહિતી ઈન્સ્ટાગ્રામ પરથી લેવાની હોય તો સૌથી પહેલા તેની પરમિશન લેવી પડશે. જો યુઝર્સ ઈચ્છે તો તે એપ્સ અને વેબસાઈટને પણ બ્લોક કરી શકે છે જે ડેટા કલેક્ટ કરે છે.                                     

વાસ્તવમાં 2021 માં મેટાએ નવી પ્રાઇવેસી પોલિસી રજૂ કરી હતી અને તેના માટે યુઝર્સ પાસેથી સંમતિ પણ માંગવામાં આવી હતી. નવી પ્રાઇવેસી પોલિસી હેઠળ WhatsAppનો ડેટા Facebook, Instagram અને ભાગીદાર કંપનીઓ સાથે શેર કરી શકાય છે. આ ડેટાનો ઉપયોગ યુઝર્સને વ્યક્તિગત જાહેરાતો બતાવવા માટે થાય છે. જે હવે નહીં થાય.                            

જો કે આ પછી મેટાને ઘણા દેશોમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડ્યો છે. હવે કંપનીએ આ માટે યુઝર્સને કંટ્રોલ આપી દીધો છે. તેનો અર્થ એ છે કે, જો યુઝર્સ મેટાને તેમના ડેટાની ઍક્સેસ આપવા માંગતા નથી, તો તેઓ ડેટાને હટાવી શકે છે અને તેમની વિશેષ એક્ટિવિટીને ડિસ્કનેક્ટ પણ કરી શકે છે.                                                 

Continues below advertisement
Sponsored Links by Taboola