BSNLએ ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ, જિઓ અને વોડાફોન આઈડિયાનું ટેન્શન ફરી વધાર્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ પોતાના ત્રણ પ્લાન સસ્તા કર્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડે વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા યૂઝર્સને લાભ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનને 15 ટકા મોંઘા કરી દીધા હતા, ત્યારબાદ લોકો સતત તેમના નંબર BSNL પર પૉર્ટ કરી રહ્યા છે.


BSNLએ સસ્તાં કર્યા આ ત્રણ પ્લાન 
BSNL એ તેના ત્રણ પ્રારંભિક બ્રૉડબેન્ડ પ્લાનના દરમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ પ્લાનમાં યૂઝર્સને હવે પહેલા કરતા વધુ સ્પીડ પર ઈન્ટરનેટની સુવિધા મળશે. કંપનીએ હવે રૂ. 249, રૂ. 299 અને રૂ. 329 પ્રતિ માસના સસ્તા બ્રૉડબેન્ડ પ્લાન માટે ઇન્ટરનેટ સ્પીડ વધારીને 25Mbps કરી છે. પહેલા યૂઝર્સને 10Mbps થી 20Mbps સુધીની સ્પીડ મળતી હતી.


મળશે આ ફાયદા 
BSNLના આ ત્રણ બ્રૉડબેન્ડ પ્લાન FUP એટલે કે ફેર યૂઝેજ પોલિસી પર આધારિત છે. 249 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને આખા મહિના માટે કુલ 10GB ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં 10GB ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 2 Mbps થઈ જશે. આ પછી 299 રૂપિયાના પ્લાનની FUP લિમિટ 20GB છે, જ્યારે ત્રીજા રૂપિયા 329 પ્લાનની FUP લિમિટ 1000GB છે. વળી, ડેટા ખતમ થયા પછી 4Mbpsની ઝડપે અમર્યાદિત ડેટા ઓફર કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, BSNLના 249 રૂપિયા અને 299 રૂપિયાના પ્લાન માત્ર નવા યૂઝર્સ માટે રાખવામાં આવ્યા છે. વળી, 329 રૂપિયાનો પ્લાન તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ત્રણ પ્લાનમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સાથે કોઈપણ નંબર પર કૉલ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.


આ પણ વાંચો


હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો UPI પેમેન્ટ, બસ યાદ રાખો આ સીક્રેટ કોડ