How To Speed Up Videos On Streaming Services: આજના સમયમાં આપણું મનોરંજન આપણા સ્માર્ટફોનમાં છે. ફિલ્મોની સાથે સાથે આજે OTTનો યુગ છે જ્યાં Netflix અને Amazon Prime Video જેવા પ્લેટફોર્મ ખૂબ જ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ પર તમારા મનપસંદ શૉ અને મૂવી જોવા માટે તમને સામાન્ય રીતે ઇન્ટરનેટ ઍક્સેસની જરૂર હોય છે.


કન્ટેન્ટને જોવા માટે આ પ્લાન લો  - 
તમે કદાચ જાણતા હશો કે Netflix અને Amazon Prime જેવા OTT પ્લેટફોર્મનો આનંદ માણવા માટે તમારે સબ્સ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે. જો તમે પ્રીમિયમ પ્લાન ખરીદો છો તો તમે વધુ ઈન્ટરનેટ ખર્ચ કરશો, જ્યારે બેઝિક પ્લાન લેવાથી તમને HD રિઝૉલ્યૂશનમાં મૂવી જોવાનો લાભ નહીં મળે, પરંતુ પછી તમે ઈન્ટરનેટની બચત પણ કરી શકશો.


શૉ કે મૂવી જોતી વખતે આવું ના કરો - 
ઘણી વખત એવું બને છે કે તમે ફિલ્મ જોઈ હોય પરંતુ તેને ફરીથી જોવા માંગો છો અને આવામાં તમે ફિલ્મને આગળ વધારીને અથવા શૉને આગળ વધારીને વારંવાર સીન છોડી દો છો. અમે સલાહ આપીએ છીએ કે તમે આ ના કરો કારણ કે તમારો ડેટા પણ ખૂબ જ ઝડપથી વેડફાય છે અને જો કોઈ ધીમો ડેટા હોય તો તે પણ વધુ સમય લે છે. ધીમા ઈન્ટરનેટ સાથે વીડિયોને વારંવાર અથવા આગળ પાછળ ખેંચવા અને છોડવા પડે છે તે ખૂબ જ નિરાશાજનક બની શકે છે.


વચ્ચે કરો આ કામ - 
જ્યારે પણ તમે કોઈ શૉ અથવા મૂવી જોઈ રહ્યા હોવ અને તમારું ઈન્ટરનેટ સ્લૉ ચાલી રહ્યું હોય, તો અમે તમને જણાવી દઈએ કે તમે વીડિયોને વચ્ચે થોડો સમય રોકી પણ શકો છો. આમ કરવાથી વીડિયો થોડો બફર થઈ જશે અને આગળનો ભાગ પ્રીલૉડ થઈ જશે. આ રીતે તમારે વારંવાર બફરની રાહ જોવી પડશે નહીં અને વીડિયો ચાલતો રહેશે.


 


ડિઝની એ ભારતની સૌથી લોકપ્રિય OTT એપ છે


ડિઝની પ્લસ હોટસ્ટાર ભારતમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ધરાવે છે. ભારતમાં આ એપના 49 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. કંપની વેબ અને મોબાઈલ બંને પર તેની સેવા આપે છે. મોબાઈલ માટે કંપનીનો પ્લાન 149 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં સબસ્ક્રિપ્શન 3 મહિના માટે ઉપલબ્ધ છે. એપનું સબસ્ક્રિપ્શન એક વર્ષ માટે 499 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે, પ્રીમિયમ પ્લાન રૂ 899 અને રૂ 1,499 છે. રિસર્ચ ફર્મ મીડિયા પાર્ટનર્સ એશિયાના ડેટા અનુસાર, ડિઝનીના હોટસ્ટારે જાન્યુઆરી 2022 અને માર્ચ 2023 વચ્ચે ભારતના સ્ટ્રીમિંગ માર્કેટમાં 38% વ્યુઅરશિપ મેળવી અને તેને ટોચ પર સ્થાન મેળવ્યું હતું.  તેની સરખામણીમાં  હરીફ નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો પાસે પાંચ ટકા હિસ્સો છે.


Amazon Prime એ Disney પછી ભારતમાં બીજી લોકપ્રિય એપ છે. એપના ભારતમાં 21 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. આ પછી JioCinema ત્રીજા નંબર પર છે. Jio Cinemaના 1.2 કરોડ સબસ્ક્રાઇબર છે.


નેટફ્લિક્સ જ નહીં આ ઓટીટી પ્લેટફોર્મ પણ છે બેસ્ટ 


હાલમાં માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો. જોકે, આના માટે તમારે સબ્સક્રિપ્શન કરાવવું પડે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને ફ્રીમાં વેબસીરીઝ અને ફિલ્મો જોવાનો લ્હાવો આપી રહી છે, અને તે પણ એકદમ ફ્રી..... .