Green Chilly Benefits: લીલાં મરચાં એ દરેક ભારતીય થાળીમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે તેમ કહીએ તો ખોટું નથી.  જી હાં, ભારતીય રસોડામાં લીલા મરચાં અચૂક મળશે,ઘણીવાર તમે જોયું હશે કે ડુંગળી અને મરચાંને ડાઈનિંગ ટેબલ પર ચોક્કસપણે રાખવામાં આવે છે. જેના કારણે ભોજનનો સ્વાદ ઘણો વધી જાય છે. જો કે જેમને લીલા મરચાનો સ્વાદ ખૂબ જ તીખો લાગે છે અથવા જેઓ તીખું સહન કરી શકતા નથી, તેઓ લીલા મરચાને અવોઇડ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લીલા મરચા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, આયર્ન, કોપર, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન સી જેવા પોષક તત્વો છે, જે સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે જરૂરી છે. આવો જાણીએ લીલા મરચાના ફાયદા...


લીલા મરચા ખાવાના ફાયદા


લીલા મરચાંનું સેવન કરવાથી તમે દુખાવાથી રાહત મેળવી શકો છો. ખાસ કરીને આર્થરાઈટીસ જેવા દુખાવામાં રાહત મળી શકે છે.વાસ્તવમાં તેમાં મોજુદ કેપ્સાઈસીન નામનું કમ્પાઉન્ડ પેઈન રીલીવરનું કામ કરે છે.


લીલા મરચા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીલા મરચાંને નિયમિત ખાવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ ઘટાડી શકાય છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે.


શરદીની સમસ્યામાં પણ તમે લીલા મરચાં ખાવાથી રાહત મેળવી શકો છો. તેમાં કેપ્સેસિન નામનું એક સંયોજન હોય છે, જે રક્ત પરિભ્રમણને ઉત્તેજિત કરે છે, જેના કારણે લાળનો સ્ત્રાવ પાતળો થઈ જાય છે.


જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે તમારા આહારમાં લીલા મરચાંનો સમાવેશ કરવો જ જોઈએ. આનાથી ચયાપચય વેગ મળે છે, જ્યારે ચયાપચય ઝડપી હોય છે ત્યારે શરીરમાં સંગ્રહિત ચરબીનો ઉપયોગ થાય છે. આનાથી ચરબી ઝડપથી બર્ન થાય છે.


સંશોધન મુજબ લીલા મરચામાં વિટામિન સી હોય છે જે ત્વચામાં કોલેજન સંશ્લેષણ વધારવામાં મદદ કરે છે. તે ચમકદાર સ્વસ્થ ત્વચા માટે જરૂરી છે. તેમાં રહેલું વિટામિન A ત્વચાની વધતી ઉંમરના ચિહ્નોને દૂર કરવામાં પણ મદદ કરે છે.


લીલા મરચાં પાચને સુધારે છે. કારણ કે તેમાં ડાયેટરી ફાઈબરની વધુ માત્રા હોય છે. આ રીતે તે આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરે છે. તે આંતરડાને સાફ કરે છે, કબજિયાતથી પણ લીલા મરચા રાહત આપે છે.