iPhone 15 launch update: નથિંગ ફોન 2 લૉન્ચ થયા બાદ હવે બધા એપલની iPhone 15 સીરીઝની રાહ જોઈ રહ્યા છે. હવે એપલના લેટેસ્ટ આઇફોન અને તેના લૉન્ચિંગ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. MacRumorsના રિપોર્ટ અનુસાર, આ વખતે iPhone 15 સપ્ટેમ્બરના બદલે ઓક્ટોબરમાં લૉન્ચ થઈ શકે છે. જોકે લૉન્ચિંગમાં વિલંબ કેમ થઈ રહ્યો છે તેની માહિતી સામે આવી નથી, પરંતુ સપ્લાય ચેઈનને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે iPhone 15 મોડો લૉન્ચ થશે. iPhone 15 સીરીઝ અંતર્ગત 4 સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવશે, જેમાં iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Max મૉડલનો સમાવેશ થાય છે. કેટલાક રિપોર્ટ્સમાં લૉન્ચ ડેટમાં વિલંબ પાછળ ડિસ્પ્લેની સમસ્યા બતાવવામાં આવી રહી છે.


Appleએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 14 લૉન્ચ કર્યો હતો. કંપનીએ 14 સીરીઝ અંતર્ગત 4 મૉડલ પણ લૉન્ચ કર્યા હતા. જોકે, આ વખતે iPhone 15 કેટલાક મોટા ફેરફારો સાથે આવવા જઈ રહ્યો છે, જેમાં સૌથી મોટો ફેરફાર USB Type-C ચાર્જરનો છે. ઉપરાંત આ વખતે iPhone 15 ના બેઝ મૉડેલમાં 48MP કેમેરા અને ડાયનેમિક આઇલેન્ડ ડિસ્પ્લે પણ મળશે, જે અત્યાર સુધી પ્રૉ વેરિઅન્ટ સુધી મર્યાદિત હતું.


સ્પેક્સ -  
iPhone 15 સીરીઝમાં 6.1-ઇંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે મળી શકે છે. તેની સાથે A16 બાયૉનિક ચિપસેટનો સપોર્ટ પણ મળશે. 91 મોબાઈલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે આઈફોન 15 સીરીઝ 18% વધુ બેટરી કેપેસિટી સાથે લૉન્ચ થઈ શકે છે. iPhone 15 ની બેટરી 14 કરતા 18% વધુ હશે અને તેમાં 3,877mAh બેટરી મળશે. iPhone 15 Plusમાં 4,912mAh બેટરી, iPhone 15 Proમાં 3650 mAh અને iPhone 15 Pro Maxમાં 4,852mAh બેટરી મળી શકે છે. ગયા વર્ષે લૉન્ચ થયેલા iPhone 14માં કંપનીએ 3,279mAh, iPhone 14 Plusમાં 4,325mAh, iPhone 14 Proમાં 3,200mAh અને iPhone 14 Pro Maxમાં 4,323mAh આપ્યો હતો.


આજથી ટ્રાન્સપરન્ટ ફોનનું સેલિંગ શરૂ  - 
નથિંગ ફોન 2નું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. તમે ફ્લિપકાર્ટ દ્વારા સ્માર્ટફોન ખરીદી શકો છો. ગ્રાહકોને મોબાઈલ ફોન પર 3,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ ઉપરાંત કંપની નથિંગ ફોન 2 ખરીદનારાઓને સસ્તી ઇયરસ્ટિક્સ પણ આપી રહી છે.                      


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial