Rajasthan Earthquake: આજે વહેલી સવારે રાજસ્થાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, રાજસ્થાનમાં ભૂકંપના આંચકાથી રાજ્યની રાજધાની જયપુર ધ્રુજી ઉઠી છે, રિપોર્ટ પ્રમાણે આજે જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજતા લોકોમાં ફફડાટ ઉભો થયો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હવે આ ભૂકંપનો લાઇવી વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં જયપુર આખુ ભૂકંપના ઝટકાથી હલતુ દેખાઇ રહ્યું છે. જુઓ.......  

  


શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. મણિપુર  સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એક તરફ રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વખત ધરતી ધ્રૂજી અને ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ  ભૂકંપના આંચકાના અનુભવથી ભયનો માહોલ જોવા મળ્યો હતો.  જયપુરમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા અનુક્રમે 3.1, 3.4 અને 4.4 માપવામાં આવી હતી. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.                                  




વાયરલ થયેલો વીડિયો જયપુરમાં એક ઘરના પાર્કિંગમાં લાગેલા કેમેરા કેપ્ચર થયો છે. વીડિયોમાં એક કાર ઘરની સામે પાર્ક કરેલી છે અને અચાનક ભૂકંપ આવતા તે ધ્રજવા લાગે છે. આ સમગ્ર ઘટના કંપારી છોડાવી દેનારી છે. જુઓ વીડિયો........ 




ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શુક્રવારે એટલે કે આજે સવારે જયપુર શહેરમાં એક કલાકના ગાળામાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા ત્રણ વખત અલગથી માપવામાં આવી હતી. જયપુરમાં સવારે 4.25 વાગ્યે ભૂકંપનો પહેલો  આંચકા અનુભવાયો હતો, , જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આની જાણ કરી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી.












--